તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંશોધન:ECG, તાપમાન કે BPમાં વધ ઘટ થશે તો મોબાઇલ પર એલર્ટ મળશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
અભિષેક શર્મા - Divya Bhaskar
અભિષેક શર્મા
  • પારુલ યુનિ.ના વિદ્યાર્થીએ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ બનાવી
  • માહિતીનો ડેટા તૈયાર કરી એપ થકી તબીબને પણ મોકલી શકાશે

હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીના આરોગ્યની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ સાધનો વપરાતા હોય છે. જેના રિડિંગ માટે વ્યક્તિએ સાધનની નજીક રહેવું પડતું હોય છે. પણ તાજેતરમાં પારુલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યૂનિકેશન એન્જિનિયરિંગના વિદ્યાર્થી અભિષેક શર્માએ નવતર પ્રકારની હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ ( ગેજિંગ થિંગ) વિકસાવી છે. આ સિસ્ટમ વડે વ્યક્તિ પોતાની જાતે જ શરીરનું તાપમાન, બ્લડ પ્રેશર અને દર્દીના ઇસીજીની માહિતી મેળવી શકે છે. એટલું જ નહીં આ માહિતીને ડેટા સ્વરૂપે તૈયાર કરી મોબાઇલ એપ્લીકેશનમાં અન્ય તબીબ કે તબીબોને પણ મોકલી શકાય છે.

આ હેલ્થ મોનિટરિંગ સિટસ્ટમની એક બીજી ખાસિયત એ છે કે, જો વ્યક્તિ, તબીબ કે દર્દીની જાણ બહાર સારવાર લેતી વ્યક્તિની સ્થિતિ ગંભીર થઇ જાય અથવા ઉપરોક્ત રિડિંગના પરિણામોમાં તીવ્ર વધારો કે ઘટાડો નોંધાય તો તબીબને એપ દ્વારા સૂચના મોકલી શકે છે.

જેથી દર્દીની સારવાર કરનાર ડોક્ટરને તેની સચોટ માહિતી સમયસર મળી રહે અને તેના થકી દર્દીની ત્વરીત સારવાર પણ કરી શકશે.ઉલ્લેખનીય છે કે, પારૂલ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિરીંગ એન્ડ ટેકનોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર અનુરાધા ગરડે અને રોમા પટેલના માર્ગદર્શન હેઠળ અભિષેક શર્માએ આ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરી છે. આ સિસ્ટમ તૈયાર કરનાર અભિષેક કહે છે કે, ‘ આ સિસ્ટમ દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો કરવાના હેતુથી બનાવી છે.

એપમાં ડિજિટલ સ્વરૂપે ડિસ્પ્લે થાય છે
મોબાઇલ એપ્લીકેશનમાં શરીરનું તાપમાન, બ્લડ પ્રેશર અને ઇસીજી મૂલ્ય ગ્રાફ્ અને ડિજિટલ સ્વરૂપમાં ડિસ્પ્લે થાય છે. જેને લીધે વપરાશકર્તા એપ્લિકેશનનો ઉપયોગ કરીને બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન અને ઇસીજીની સચોટ માહિતી મેળવી શકે છે. આ સિસ્ટમમાં સ્માર્ટ મોનિટરિંગ ડિવાઇસ આર્ડિનો યુનો, પલ્સ સેન્સર, એલએમ ૩૫ ટેમ્પ્રેચર સેન્સરનો ઉપયોગ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...