ભાસ્કર એનાલિસીસ:યુનિવર્સિટી રાજકીય અખાડો બનશે તો મતદારો આવી રીતે જ મોંઢુ ફેરવી લેશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મ.સ.યુનિવર્સિટી સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠકોની ચૂંટણી માટે 55.34 ટકા મતદાન થયું છે. સેનેટની ચૂંટણી સાથે જોડાયેલા બંને જૂથો જીતનો દાવો કરી રહ્યા છે. મતદાન ઓછું થવા પાછળના કારણો ગ્રામ પંચાયતની ચૂંટણી તથા બુથ મેનેજમેન્ટની નિષ્ફળતા હોવાની વાત બહાર આવી છે. શિક્ષણ િવદ્ો અનુસાર, યુિનવર્સિટી રાજકીય અખાડો બનશે તો મતદારો આવી રીતે જ મોંઢુ ફેરવી લેશે. શૈક્ષણિક સંસ્થામાં રાજકીય પક્ષની સીધી દખલગીરી ને જાકારો મળશે કે આવકાર મળે છે તે આજના પરિણામ પરથી સાબિત થઇ જશે.

જો ભાજપને ચૂંટણીમાં જાકારો મળશે તો શૈક્ષણિક સંસ્થામાં રાજકરણને સ્થાન ના હોય તે પુરવાર થશે. આગામી સમયમાં એક જ વિચારધારાના બે જૂથોની લડાઇમાં સમાધાન થશે કે શત્રુતા તે આ ચૂંટણી પરિણામ બાદ ખબર પડશે. જો ભાજપના ઉમેદવારોની હાર થાય તો તેઓ સરકારની મહેરબાનીથી સેનેટના ફલોર પર બેસાડવાની ગતિવિધિ માટે અત્યારથી જ પ્રયાસો શરૂ કરવામાં આવે તો નવાઇ નહિ. આ વખતે ભાજપમાં પોતાના અને પારકા વચ્ચેના શીત યુધ્ધમાં કોને રાખવા કોને પાડી દેવા તેનું ચિત્ર પરિણામ બાદ વધુ ડોહળાય છે કે પછી ઘીના ઠામમાં ઘી ઠરે છે તે કહેવું હાલમાં મુશ્કેલ છે. અલબત ‘િવજય’ ભાજપનો કે જિગરનો તે આજે ખબર પડી જશે.

અન્ય સમાચારો પણ છે...