તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટિસ:વીજ કર્મીઓની હડતાળ ગેરકાયદે, ફરજ પર નહીં આવે તો પગાર કપાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ગુજરાત ઊર્જા સંકલન સમિતિએ GUVNLના એમડીને આપેલી નોટિસનો જવાબ અપાયો

વીજ કર્મચારીઓ માટે સાતમા પગાર પંચના એલાઉન્સ અને અન્ય લાભોની અમલવારી માટે નક્કી થયેલી બાબતોનો અમલ ન કરવામાં આવતાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિએ આંદોલનની નોટિસ આપી છે ત્યારે વીજ કંપનીના મેનેજમેન્ટે સમાધાન પ્રક્રિયા પડતર છે ત્યારે હડતાળને ગેરકાયદેસર ગણાવી હડતાળ પર જનાર કર્મીઓનો પગાર કપાશે તે પ્રકારે યુનિયનને નોટિસનો જવાબ આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરકારી 7 વીજ કંપની આવેલી છે અને તેમાં 55 હજાર કર્મચારીઓ ઇજનેરો ફરજ બજાવી રહ્યા છે. સાતમા વેતન પંચની અમલવારી પછી સુધારેલા બેઝિક ઉપરના તમામ એલાઉન્સ 0.80 મેટ્રિક્સ મુજબ 2016 થી ચૂકવી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને બાકીના અન્ય એલાઉન્સ અને એડવાન્સ અંગે માન્ય એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે બે મહિનાની સમયમર્યાદામાં ચર્ચા કરી નિકાલ લાવવા અને હાઉસિંગ લોન અને અન્ય અડવાની રકમની મર્યાદામાં વધારો કરવાની પણ માગણી કરવામાં આવી છે. આ સિવાય વિદ્યુત સહાયકના સમયગાળા બાબતે પણ લાભની અમલવારી કરવી તેમજ 7મા વેતન પંચના સંપૂર્ણ મુદ્દાઓને સાંકળી કરાર કરવા પર ભાર મૂકાયો છે.

વીજ કંપનીના 6 યુનિયનના નેજા હેઠળ બનેલા ગુજરાત ઊર્જા સંકલન સમિતિ દ્વારા જીયુવીએનએલના એમડીને આંદોલનની નોટિસ આપવામાં આવી છે, જેમાં તારીખ 16 જાન્યુઆરી, 2020 ના રોજ રાજ્યની તમામ સબ ડિવિઝન સબસ્ટેશન, ડિવિઝન સહિતની તમામ કચેરીઓમાં બપોરે બેથી અઢી વાગ્યા સુધી સૂત્રોચ્ચાર કરાશે અને તારીખ 17 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી તમામ વીજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. જ્યારે 21 જાન્યુઆરીએ માસ સીએલનું એલાન અપાયું છે અને આ દિવસે ગાંધીનગર સચિવાલય- સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને ધરણાં કાર્યક્રમનું એલાન અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો