તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસપ્રમોશન:હજુ ધોરણ-10ની પોલિસી નક્કી નથી તો ધો-12ના છાત્રોના કોલેજ પ્રવેશનું શું થશે?

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારનો નિર્ણય ઉતાવળભર્યો છે

રાજ્ય સરકારે માસ પ્રમોશન આપવાના નિર્ણયમાંં બાળકોના સ્વસ્થયનો મુદો આગળ ધરાયો છે. ધો. 12માં છાત્રોની સંખ્યા ઓછી છે અને અત્યારે કોરોનાના કેસોમાં પણ ઘટાડો થયો છે તેવા સમયે માસ પ્રમોશન યોગ્ય ના હોવાનું શિક્ષકો- વિદ્યાર્થીઓ માની રહ્યા છે.ધો.10ની પોલીસી ક્કી પણ નથી કરાઈ.

મેરિટ પ્રમાણે રીઝલ્ટ મળવું જોઇએ
12 થી 13 મહિનાની મહેનત પર માસ પ્રમોશનથી પાણી ફરી વળ્યું છે. હવે સીએ સીએસ જેવા કોર્સમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે અને હરીફાઇ વધી જશે. મેરીટ પ્રમાણે પરિણામ મળવું જોઇએ જેથી હોશીયારને અન્યાય ના થાય. > વિશ્વા શંકપાળ, વિદ્યાર્થીની

​​​​​​​સરકારે ઉતાવળે નિર્ણય લીધો છે
સરાકારે નિર્ણય ઉતાવળમાં લીધો છે. કોરોના ઘટયાે છે. રસીકરણ વધ્યુંં છે. સાયન્સ છાત્રને કયા આધારે પ્રવેશ મળશે તેની ચિંતા છે. > મીથીલ મસ્કે, વિદ્યાર્થી

માસ પ્રમોશનથી બધા એક સરખા
​​​​​​​ મેહનત નહી કરનાર વિદ્યાર્થીઓને ફાયદો થઇ જશે.માસ પ્રમોશનથી તમામ છાત્રો એકસરખા અંકાશે. > ધ્વની પંચોલી, વિદ્યાર્થીની

​​​​​​​પરીક્ષા કેન્સલ કરવી ન જોઇએ
​​​​​​​છેલ્લા 15 મહિનાથી અમે મહેનત કરી રહ્યા છે. હવે પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે તેના કારણે હોશીયાર વિદ્યાર્થીઓને નુકશાન થશે. જેને પરીક્ષા આપવી હોય તે આપી શકે અને જેને માસ પ્રમોશન જોઇતું હોય તે માસ પ્રમોશન લે તેવો નિર્ણય લેવો જોઇતો હતો. > ફાતીમા શેખ, વિદ્યાર્થીની

​​​​​​​કોલેજ પ્રવેશની પ્રોસેસમાં તકલીફ
સરકારે મજબૂરીમાં નિર્ણય લીધો છે. કોલેજ એડમીશનમાં સમસ્યા સર્જાશે. ધો. 12 ની ટકાવારીના આધારે પ્રવેશ અપાય છે. એમસીક્યુથી પણ પરીક્ષા લઇ શકાઇ હોત. > દિપક ઠક્કર, શિક્ષક

પરીક્ષા નહી લેવાનો નિર્ણય ખોટો
​​​​​​​ સોશ્યલ ડિસ્ટન્સથી પરીક્ષા લઇ શકાઈ હોત. સરકારનો પરીક્ષા નહિ લેવાનો નિર્ણય ખોટો છે. હજુ સુધી ધો10 નું પરિણામ કેવી રીતે આપવું તે નક્કી નથી કરી શકયા ધોરણ 12 નું શું કરશે. > કેતન પરીખ, શિક્ષક

અન્ય સમાચારો પણ છે...