તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • If The Result Shows Mass Promotion Then There Will Be No Problem For Study Abroad? Grade Will Be Shown In The Mark Sheet, Not Mass Promotion.

ભાસ્કર વિશેષ:પરિણામમાં માસ પ્રમોશન દર્શાવાયું હશે તો વિદેશ અભ્યાસ માટે મુશ્કેલી નહીં થાય?ગુણપત્રકમાં માસ પ્રમોશન નહીં,ગ્રેડ દર્શાવાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માસ પ્રમોશન અંગે બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા હેલ્પલાઇનમાં પ્રશ્નો પૂછાઈ રહ્યા છે

ધો-9નું પરિણામ નબળું હોવાથી શું બોર્ડ પરિણામ જાહેર કરશે તો હું નાપાસ થઇશ, તેવા મૂંઝવણભર્યા સવાલ બોર્ડના કાઉન્સિલરોને વિદ્યાર્થી-વાલીઓ દ્વારા પૂછાઈ છે. કાઉન્સિલરોએ દ્વારા પણ વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરાઈ રહી છે. દર વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ કરાતી હોય છે. ચાલુ વર્ષે માસ પ્રમોશન બાદ પણ વિદ્યાર્થીઓ વિવિધ સવાલો પૂછી રહ્યા છે. કાઉન્સિલર પરેશ શાહ દ્વારા વિદ્યાર્થીઓએ પૂછેલા સવાલોના જવાબો અપાયા હતા. 25થી 30 વિદ્યાર્થી દ્વારા વિવિધ પ્રશ્નો પૂછાયા હતા.

કેવા પ્રશ્નો પૂછ્યા?
સવાલ :
ધો.9નું પરિણામ નબળું હોવાથી હું નાપાસ થઇશ?
જવાબ : ધો.9ની બંને કસોટી અને ધો.10માં શાળામાં લેવાયેલી દરેક કસોટીના ગુણને બોર્ડની માર્ગદર્શિકા અનુસાર રૂપાંતર કરાશે, છતાં પૂરતા ગુણ નહિ થાય તો ગુણપત્રકમાં ક્વોલિફાય ફોર સેકન્ડરી સર્ટિફિકેટ એવું દર્શાવાશે.

  • હું બીમાર હોવાથી ધો.9ની પ્રથમ કસોટીમાં 2 વિષયની પરીક્ષા આપી નહોતી. મારા પરિણામ પર અસર થશે?

સંજોગોવસાત ધો.9 કે ધો.10માં કોઇ કસોટી આપવાનું ચૂકી ગયા હોય તો માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુણ તૂટના નિયમોનો લાભ મળી શકે છે.

  • ધો.9માં ગ્રેસ સાથે પાસ થયો હતો. ધો.10માં શાળા ગ્રેસ ગુણ આપશે ?

ધો.9 અને ધો.10ના ગુણ શાળાએ બોર્ડને મોકલવાના રહે છે. અંતિમ પરિણામ બોર્ડ તૈયાર કરશે. જે વિદ્યાર્થીના કોઇ પણ વિષયમાં પાસ થવા 33 ગુણથી ઓછા હશે તેના ગુણપત્રમાં તે વિષયના ગુણ સામે ફૂદડી દર્શાવાશે. ડી ગ્રેડ દર્શાવીને ગુણ છૂટનો લાભ અપાશે.

  • ધો.10ના બોર્ડના પરિણામમાં માસ પ્રમોશન દર્શાવેલું હોવાથી વિદેશ અભ્યાસ માટે મુશ્કેલી ઊભી થાય તો તેનું શું નિરાકરણ ?

ધો.10ના ગુણપત્રકમાં વિષય સામે એથી ડી ગ્રેડ દર્શાવવામાં આવશે. ગ્રેડ આધારિત પરિણામ હોઇ શકે. માસ પ્રમોશન એવું ગુણપત્રમાં દર્શાવવામાં નહિ આવે.

અન્ય સમાચારો પણ છે...