દલીલ:ભાવ વધારો ન મળે તો સરકારી કોન્ટ્રાક્ટર નવા ટેન્ડર નહિ ભરે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ ક્ષેત્રે 40% સુધી ભાવ વધ્યાની દલીલ
  • કોન્ટ્રાક્ટર એસો.એ 15 દિવસની મુદત આપી

સ્ટીલ,સિમેન્ટ સહિતના બાંધકામ ક્ષેત્રે લગભગ 30થી 40 ટકાનો ભાવ વધારો થયો છે ત્યારે તે વધારો રાજ્ય સરકાર સરકારી કોન્ટ્રાક્ટરોને આપે તેવી માંગ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવી છે અને જો તેમ કરવામાં નહીં આવે તો આગામી ૧૫ દિવસ બાદ જાહેર બાંધકામને લગતા તમામ પ્રકારના નવા સરકારી કામ કરવાના બંધ કરવામાં આવશે.

કોરોના બાદ પણ સરકારી કામમાં વપરાતા માલસામાન અને કારીગરોની મજૂરીના ભાવમાં ૩૦થી ૪૦ ટકાનો વધારો થયો છે અને તેની ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિયેશનની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં રાજ્યના 200થી વધુ કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા અને લાંબી ચર્ચા વિચારણાના અંતે સરકારી કામો મંજૂર થયેલા ટેન્ડરના ભાવથી પૂરા કરવા અશક્ય હોવાથી આબુ વધારો કોન્ટ્રાક્ટરોને મળે તેવી માંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં સરકારી કોન્ટ્રાક્ટરો ના થયેલા કામના જે તે સ્ટેજના ફાઇનલ બિલ કરી કામમાંથી મુક્ત કરવા અથવા તો ઘણા સમયથી થયેલો ભાવ વધારો કોન્ટ્રાક્ટરોને મળે તેવી રજૂઆત થઇ હતી અને આ રજૂઆત સરકાર દ્વારા ૧૫ દિવસમાં સ્વીકારવામાં ન આવે તો રાજ્યના જાહેર બાંધકામ ને લગતા તમામ પ્રકારના નવા કામોના ટેન્ડર ભરવા ના બંધ કરવા અને ટેન્ડર ભરવા ની ડીજિટલ કી જિલ્લા પ્રમુખ પણ સોંપી દેવી તેમ ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશનના ચેરમેન અરવિંદ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...