તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ પર્વને લઇને જાહેરનામુ:પોલીસ ડીજે જપ્ત કરશે તો સંચાલકો પોલીસ સ્ટેશનમાં ‘જમા’ થવા તૈયાર

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉતરાયણના કાઉન્ટ ડાઉન વચ્ચે બુધવારે રાત્રે છેલ્લી ઘડીની ખરીદીથી ટેવાયેલા પતંગરસિયા ઉમટી પડતા ગેંડીગેટ રોડ પર ચક્કાજામના દ્દશ્યો સર્જાયા હતા. - Divya Bhaskar
ઉતરાયણના કાઉન્ટ ડાઉન વચ્ચે બુધવારે રાત્રે છેલ્લી ઘડીની ખરીદીથી ટેવાયેલા પતંગરસિયા ઉમટી પડતા ગેંડીગેટ રોડ પર ચક્કાજામના દ્દશ્યો સર્જાયા હતા.
  • ઉત્તરાયણે ડી.જે.વગાડવાના મુદ્દે સંચાલકો અને પોલીસ વચ્ચે પેચ જામશે
  • પૂર્વ રાત્રિએ ગેંડીગેટ સહિતના પતંગ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ સર્જાઈ

ઉત્તરાયણની પૂર્વ રાત્રીએ ગેંડીગેટ સહિતના પતંગ બજારોમાં ખરીદી માટે ભારે ભીડ સર્જાઈ હતી. છેલ્લા દિવસે મોડી રાત સુધી પતંગ બજાર ખુલ્લુ રહ્યું હતું. જોકે કોરોના મહામારીના પગલે નાઈટ કરફ્યું રાતે 10 વાગ્યાથી ચાલુ થતું હોવાથી પતંગ બજારમાં હરાજી થઈ ન હતી.

ઉત્તરાયણમાં ડી.જે અને સાઉન્ડ સિસ્ટમ ગ્રાહકોને આપી સંચાલકો પોલીસના જાહેરનામાનો પેચ કાપવાના મુડમાં છે. જો ઉત્તરાયણના દિવસે પોલીસ સાઉન્ડ સિસ્ટમ જમા લેશે તો ડી જે ચાલકો સામે ચાલી ધરપકડ વ્હોરી લેવાની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ડી જે કે સાઉન્ડ સિસ્ટમ વગાડાશે તો ગુનો નોંધાશે. સાઉન્ડ એન્ડ લાઈટીંગ એસો.ના મંત્રી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં અાખુ વર્ષ અમારો ધંધો ઠપ રહ્યો, અમે તંત્રને ઉત્તરાયણમાં સાઉન્ડ સિસ્ટમ વગાડવા અપીલ કરી પરંતું તે માન્ય રખાઇ ન હતી. છેલ્લે અમે હવે નક્કી કર્યું છે કે,ઉત્તરાયણથી અમે સિસ્ટમ ભાડે આપીશું.બીજી તરફ સંપૂર્ણ શહેરમાંથી અનેક લોકો સિસ્ટમ ધાબા પર લગાવવા માટે લઈ ગયા છે. જેમાં શહેરનો કોઈ ખુણો બાકી નથી. જો પોલીસ અમારી સિસ્ટમ જમા લેશે તો અમે તમામ સાઉન્ડ સિસ્ટમના સંચાલકો જે તે પોલીસ સ્ટેશન જઈને ધરપકડ વ્હોરીશું.

સોસાયટીમાંથી ફરિયાદ અાવશે તો ગુનો નોંધાશે
પોલીસ ધાબા પોઇન્ટ કે દૂરબીનથી પતંગ ચગાવનાર પર નજર રાખશે ?
જવાબ - સ્થાનિક પોલીસ પોતાની રીતે વોચ રાખશે. પોલીસ કમિશનર કચેરી તરફથી આ પ્રકારના કોઈ આદેશ નથી અપાયા.

સગા-વ્હાલા ની ભીડ ભેગી થઇ છે કે કેમ તે પોલીસ કેવી રીતે તપાસ કરશે ?
જવાબ - સરકારે સોસાયટી અને ફ્લેટના હોદ્દેદારો ને બહાર થી લોકો આવે અને સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ ન થાય તેની જવાબદારી સોંપી છે.તેવામાં હોદ્દેદારો જ પોલીસને જાણ કરશે તો પોલીસ જે તે સ્થળે જઈ ફરિયાદ નોંધશે.

ડીજે સંચાલકો ડીજે વગાડવાના મૂડ માં છે,તો શુ પગલાં ભરાશે ?
જવાબ - જાહેરનામા મુજબ ડી.જે ન વગાડી શકાય.જો ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડાશે તો જે તે વ્યક્તિ કે આયોજકો પર પોલીસ ગુનો દાખલ કરી કાર્યવાહી કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser