તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય હિસાબ:સભાસદોને યોગ્ય વળતર નહીં મળે તો બરોડા ડેરી સામે મોરચો મંડાશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાવલીમાં ડેરીના સભાસદોની જનાક્રોશ સભા યોજાઇ હતી. - Divya Bhaskar
સાવલીમાં ડેરીના સભાસદોની જનાક્રોશ સભા યોજાઇ હતી.
  • સાવલીમાં ડેરીના સભાસદોની જનાક્રોશ સભામાં ચીમકી
  • ટેન્કરમાંથી દૂધની ચોરી થાય છે, નાની ભાડોલના રૂટ પરથી ભેળસેળિયા દૂધનો ટેમ્પો પકડાયો હતો, ડેરીમાં જાણ કરવા છતાં કાર્યવાહી નહીં કરાયાનો આક્ષેપ

બરોડા ડેરીના સંચાલકો દ્વારા ભ્રષ્ટાચાર આચરીને પશુપાલકોને અન્યાય કરાતો હોવાનો આક્ષેપ-પ્રતિ આક્ષેપ વચ્ચે રવિવારસાવલી અને ડેસરના પશુપાલકો અને ડેરીમાં દૂધ ભરતા 500થી વધારે સભાસદોને ભેગા કરીને જનાક્રોશ સભાનું આયોજન કર્યું હતું.જેમાં ચીમકી અપાઇ હતી કે સભાસદોને યોગ્ય વળતર નહીં મળે તો ડેરી સામે મોરચો મંડાશે.

સાવલીમાં યોજાયેલી પશુપાલકો અને સભાસદોની સભામાં રાસવાડીના પશુપાલક રમણભાઈએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે,ડેરીના ટેન્કરમાંથી દૂધની ચોરી થાય છે. પશુપાલકોએ આ અંગે રજૂઆત પણ કરી હતી.ને તે રૂટનું ટેન્કર બંધ કરાવવાની માંગણી પણ થઈ હતી.પરંતું ડેરીના સંચાલકોએ આ અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી.

બીજી તરફ એક સભાસદે સભામાં પોતાની રજૂઆત મુકી હતી કે, નાની ભાડોલના રૂટ પર ભેળસેળ કરેલા દૂધનો ટેમ્પો પકડાયો હતો. આ ઘટના અંગે ડેરીના સંચાલકોને લેખિતમાં ફરિયાદ કરીને આ રૂટ પર પકડાયેલા ભેળસેળવાળા દૂધ અંગે કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. આ ઘટનાને 2 વર્ષ પુરા થઈ ગયા હોવા છતા ડેરીના સંચાલકો દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સભામાં રાજસ્થાનના યુવકે જણાવ્યું હતું કે, ડેરીના જ એક કર્મચારીએ નોકરી આપવાના બહારને તેની પાસેથી રૂા.10 લાખ લીધા હતાં. પરંતું આજદીન સુધી નોકરી અપાવી નથી. જ્યારે આ અંગે ડેરીના સત્તાધીશોને લેખીતમાં ફરિયાદ આપી તેમ છતા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

આ ઉપરાંત અન્ય પશુપાલકોએ પણ સભામાં ડેરીના સત્તાધીશો દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, જાહેર મંચ પરથી બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી તેમજ બરોડા ડેરીના વહીવટકર્તાઓ સામે આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.

પશુપાલકો સાથેે અન્યાય જ કરાયો છે
ચાલુ વર્ષની ડેરીની સાધારણ સભામાં દુધ ભરતા સભાસદોને યોગ્ય વળતર નહી મળે,તેમજ ડેરીના સંચાલકો મનમાની ચાલુ રાખશે તો પશુપાલકો-સભાસદો ડેરી સામે મોરચો માંડવાના મૂડમાં છે. બરોડા ડેરી જે રીતે નફો કમાય છે તેના અમુક ટકા રકમ પણ પશુપાલકો-સભાસદોને આપતી નથી. બીજી તરફ તહેવારોના સમયમાં પણ પશુપાલકો-સભાસદો ભાવવધારાનું વળતર મળે તેની રાહ જોઈને બેઠા હતાં.પરંતું ડેરીએ પશુપાલકો સાથે અન્યાય જ કર્યો છે. - કેતન ઈનામદાર, ધારાસભ્ય, સાવલી

અન્ય સમાચારો પણ છે...