તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકી:15 દિવસમાં પાલિકા કર્મીઅોના પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી મહામંડળે મ્યુ. કમિશનરને અલ્ટીમેટમ આપ્યું

પાલિકાના કર્મચારીઓની માંગણી પરત્વે કોઇ નિર્ણય લેવામાં ન આવતા આખરે આઠ કર્મચારી યુનિયનોએ કર્મચારી મહામંડળના નેજા હેઠળ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. તેમજ 15 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ નહિ આવે તો તા.18મીથી આંદોલનના શ્રીગણેશ કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.

શહેરની હદમાં અને વસ્તીમાં વધારો થયો છે ત્યારે તેને ધ્યાનમાં રાખી કર્મચારીઓની સંખ્યા કરવી જરૂરી છે અને તે મુજબનું મહેકમ કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે.જેના માટે પાલિકાના આઠ યુનિયનો દ્વારા કર્મચારીઓના વણ ઉકલ્યા પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી હતી.

શુક્રવારે રોજ ખંડેરાવ માર્કેટ ખાતે બપોરે સાડા ત્રણ વાગ્યે યુનિયનના આગેવાનો ભેગા થયા હતા.કર્મચારી યુનિયન દ્વારા તમામ વર્ગનું સિનિયોરિટી લિસ્ટ પ્રસિધ્ધ કરવા, વય નિવૃત્તના દિવસે જ મળવા પાત્ર લાભો આપવાસહિતના30 જેટલા મુદ્દાઓની રજૂઆત મ્યુ.કમિશ્નરને કરવામાં આવી હતી. આ પ્રશ્નો ના ઉકેલ 15 દિવસમાં ન આવે તો તા.18 પછી કાળી પટ્ટી પહેરીને વિરોધ, વર્ક ટુ રૃલ, વધારાનો ચાર્જ પરત સોંપી દેવો, માસ સી એલ સહિતના કાર્યક્રમો તબક્કાવાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...