કડક આદેશ:ભાવપત્રકની હાર્ડકોપી ના આપે તો કોન્ટ્રાક્ટર પર પ્રતિબંધ મૂકાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિસિપલ કમિશનરનો અધિકારીઓને કડક આદેશ
  • નિર્ણય નહીં અનુસરાય તો અધિકારી-કર્મચારી સામે પગલાં લેવાશે

પાલિકાના કોઈપણ કામ માટે મગાવવામાં આવતા ભાવ પત્રકોમાં હાર્ડ કોપી આવ્યા બાદ જ પ્રિલીમીનરી સ્ટેજ ખોલવા માટે કમિશનરે પત્ર લખી જાહેરાત કરી છે. જો આ પ્રકારના નિર્ણયને અનુસરવામાં નહી આવે તો જવાબદાર અધિકારી અને કર્મચારી વિરુદ્ધ શીક્ષાત્મક પગલા લેવામાં આવશે. સાથે જ ઈજારાદાર દ્વારા જો હાર્ડ કોપી જમા ન કરી હોય તેવા ઈજારાદારને છ માસ માટે ટેન્ડરો ભરવા માટે પ્રતિબંધ કરવામાં આવશે તેવી જાહેરાત મ્યુનિસીપલ કમિશનરે કરી છે. આ બાબતોની મંજુરી કમિશનર પાસેથી લેવાના આદેશ કરાયા છે.

વડોદરા મ્યુનિસીપલ કમિશનર દ્વારા એક પત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ઓનલાઈન મગાવવામાં આવતા ભાવપત્રોમાં હાર્ડ કોપી આવ્યા બાદ જ આગળની કાર્યવાહીના આદેશ જાહેર કરતો પત્ર લખ્યો છે. તેમાં અલગ અલગ વિભાગો દ્વારા ભાવ પત્રોની હાર્ડ કોપી આવ્યા પહેલા N-procure પર પ્રિલીમિનરી સ્ટેજ પર સ્ક્રુટીનીટી ન થઈ શકતી હોવા છતાં પ્રિલિમિનરી સ્ટેજ ખોલી દેવાય છે. ઈરાદાઓ સાથે કોપી જમા થતી ન હોવાની પણ આશંકાઓ રહે છે. માટે નિર્ણય લેવાયો છે કે ફરજિયાત પણે હાર્ડ કોપી રજૂ કરવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...