તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ફી બાકી હોય તો ઓનલાઇન એજ્યુકેશનનો કોડ નથી અપાતો, સ્કૂલો દ્વારા ફીના નામે વિદ્યાર્થીઓને રંજાડ

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વૈભવી ખાનગી સ્કૂલો દ્વારા ફીના નામે વિદ્યાર્થીઓને રંજાડ
 • પેરેન્ટસ એસો. દ્વારા ડીઇઓને રજૂઆત છતાં પગલાં નહીં

શહેરમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ અને સંત કબીર સ્કૂલમાં જે વિદ્યાર્થીઓની ફી બાકી હોય તેમને ઓનલાઇન ભણવા માટેનો કોડ ન અપાઈ રહ્યો હોવાના આક્ષેપો વીપીએના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ આર્થિક પેકેજ આપવામાં આવી રહ્યાં છે. તેવા સમયે શહેરની વૈભવી ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ફીના નામ પર રંજાડવામાં આવી રહ્યા છે. લખલૂંટ કમાણી કરતા શાળા સંચાલકો કોરોના મહામારીના સમયે પણ પોતાની લાલચ છોડવા તૈયાર નથી. 
અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અત્યાર સુધી કોઈ કડક પગલાં નહી
શહેરમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ, સંત કબીર સ્કૂલમાં જે વિદ્યાર્થીઓની પાછલી ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસનો કોડ આપવામાં આવતો ન હોવાના આક્ષેપો વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યા છે. વીપીએના પ્રમુખ કિશોર પીલ્લાઈએ જણાવ્યું હતું કે, દિલ્હી પબ્લિક સ્કૂલ હરણી તથા છાણી, ગુજરાત પબ્લિક સ્કૂલ કલાલી તથા છાણી અને સંત કબીર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આડકતરી રીતે ફી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જે વિદ્યાર્થીઓની બાકી છે તેમને ઓનલાઇન અભ્યાસનો કોડ આપવામાં આવી રહ્યો નથી. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત દબાણ અનુભવી રહ્યા છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અત્યાર સુધી કોઈ કડક પગલાં ભરવામાં આવ્યાં નથી. વર્તમાન પરિસ્થિતિમાં દરેક લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે તેવા સમયે શાળાઓ દ્વારા પણ વાલીઓ પર ખોટું દબાણ ઊભું ન કરવું જોઈએ. અમે અગાઉ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે, વિદ્યાર્થીઓની ફર્સ્ટ ટર્મની ફી માફ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો