આંદોલનની ચીમકી:88 મકાનના લાભાર્થીને આવાસ ન ફળવાય તો ધરણાં થશે; આપ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાણી રામાકાકાની ડેરી નજીક 2017માં મકાનો તોડી પડાયાં હતાં
  • 7 દિવસની મુદત બાદ પાલિકાની કચેરી ખાતે જ આંદોલનની ચીમકી

શહેરના છાણી રામા કાકા ડેરી નજીક વર્ષ 2017માં દૂર કરાયેલાં 88 મકાનોના લાભાર્થીઓને મકાન આપવામાં આવ્યાં નથી. જેના પગલે આમ આદમી પાર્ટીએ લાભાર્થીઓને મકાન આપવાની માગ સાથે ધરણાં પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.રાજ્યમાં એક પછી એક મહત્ત્વના મુદ્દા ઉઠાવનાર આમ આદમી પાર્ટી હવે વડોદરા શહેરમાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે શહેરના ભાજપ સાથે તંત્ર સામે મેદાને પડી છે. આમ આદમી પાર્ટીએ મ્યુનિસિપલ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, વર્ષ 2017માં પાલિકા દ્વારા છાણી રામા કાકાની ચાલીનાં 88 મકાન તેમજ ગુરુદ્વારા પાછળની 30 દુકાનો તોડી પાડવામાં આવી હતી.

જે તે સમયે તેઓને આવાસ યોજનામાં મકાનો આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે તેમ જણાવાયું હતું. જોકે આજ દિન સુધી 88 મકાનોના રહીશોને મકાનો આપવામાં આવ્યાં નથી. શહેરમાં 19 હજાર જેટલાં મકાનો ખાલી પડ્યાં છે. જેમાં તાત્કાલિક ધોરણે લાભાર્થીઓને મકાન આપવામાં આવે તેવી માગ સાથે મ્યુનિસિપલ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. જોકે 7 દિવસમાં આ કામગીરી કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા પાલિકાની કચેરી બહાર ધરણાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પાર્ટીના લોકોએ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...