• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • If Stuck In The First Wave In Vadodara, In The Second Wave, 3 Friends Have Prepared An App, Information About Hospital Bed, Ambulance, Oxygen, Tiffin Service Is Available.

મહામારીમાં મદદ કરે છે આ 'ગોસિપ' એપ:વડોદરામાં બીજી લહેરમાં 3 મિત્રોએ એપ તૈયાર કરી: હોસ્પિટલમાં બેડ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન, ટિફિન સેવાની માહિતી મળે છે

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કાળમાં લોકઉપયોગી એપ તૈયાર કરનાર અનિલકુમાર આર્યન, શ્યામ સુંદર અને સુબ્રા શાહ - Divya Bhaskar
કોરોના કાળમાં લોકઉપયોગી એપ તૈયાર કરનાર અનિલકુમાર આર્યન, શ્યામ સુંદર અને સુબ્રા શાહ
  • ગોસિપ એપ્લિકેશનના માધ્યમથી યુઝર્સ જે સ્થળે જશે તે વિસ્તારમાં તમામ સુવિધાઓ મળશે

વડોદરાના ત્રણ મિત્રોએ કોરોનાની મહામારી દરમિયાન જરૂરીયાતમંદ લોકોને કોવિડ હોસ્પિટલમાં બેડ, એમ્બ્યુલન્સ, ઓક્સિજન અને ટિફિન સેવા જેવી માહિતી મળી રહે તે માટે ગોસિપ એપ બનાવી છે. કોરોનાની પ્રથમ લહેરે સમયે લોકડાઉનમાં અનેક લોકો અટવાઇ ગયા હતા. અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જે બાબતોને ધ્યાનમાં લઇને એપ તૈયાર કરવામાં આવી હોવાનું યુવાનોએ જણાવ્યું હતું.

મિત્રો કહે છે કે, અમારી એપ લોકો માટે એક આશિર્વાદરૂપ પુરવાર થઇ
કોરોના કાળમાં અનિલકુમાર આર્યન, શ્યામ સુંદર અને સુબ્રા શાહ લોકઉપયોગી એપ્લિકેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ યુવાનોએ જણાવ્યું કે, આ એપ્લિકેશન તૈયાર કરવામાં 6 માસ જેવો સમય લાગ્યો છે. આ એપ્લિકેશન દ્વારા લોકોને કોવિડ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને ટિફિન સેવા જેવી સેવાની માહિતી મળી શકશે. એથી પણ વિશેષ જે લોકો જે વિસ્તારમાં રહેતા હોય તેજ વિસ્તારની માહિતી એપ દ્વારા માહિતી મળી રહેશે. જેથી અમારી એપ લોકો માટે એક આશિર્વાદરૂપ પુરવાર થઇ છે.

આ એપમાં યુઝર્સને પોતાની આસપાસ જ તમામ સેવા મળી રહે તેવા ફિચર્સ મૂકવામાં આવ્યા છે
આ એપમાં યુઝર્સને પોતાની આસપાસ જ તમામ સેવા મળી રહે તેવા ફિચર્સ મૂકવામાં આવ્યા છે

એપ્લિકેશનનું નામ ગોસિપ આપવામાં આવ્યું છે
આ યુવાનોએ પ્રધાનમંત્રીના ડિજીટલ ઇન્ડિયાના સપનાને યુવાનોએ સાર્થક કર્યું છે. કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. તે દરમિયાન રાજ્યમાં એમ્બ્યુલન્સ, હોસ્પિટલમાં કોવિડ બેડ, ઓક્સિજન માટે કોરોના દર્દીઓના પરિવારજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ, હવે આ દર્દીઓને કોઈ મુશ્કેલીના પડે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયાના સપનાને સાર્થક કરવા વડોદરાના યુવાનોએ એક એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશનનું નામ ગોસિપ આપવામાં આવ્યું છે.

એપના ઉપયોગ માટે લોકોને એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી
યુવાનોએ જણાવ્યું હતું કે, આ એપમાં યુઝર્સને પોતાની આસપાસ જ તમામ સેવા મળી રહે તેવા ફિચર્સ મૂકવામાં આવ્યા છે. ગોસિપ નામથી તૈયાર કરવામાં આવેલા આ એપ્લિકેશન એક જી.પી.એસ. બેઝ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં યુઝર્સ જે સ્થળે જશે એને તે જ વિસ્તારમાં જેટલી પણ સુવિધાઓ ઉપલ્બધ હશે, તે અંગે માહિતી મળી રહેશે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે નાગરિકોને એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી.

એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે નાગરિકોને એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી.
એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે નાગરિકોને એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી.

6 મહિનાની મહેનતના અંતે ગોસિપ એપ બનાવી
અનિલ આર્યને જણાવ્યું હતુ કે, અમે કોરોનાની પ્રથમ લહેર સમયે લોકડાઉનમાં અટવાઇ પડ્યા હતા. અમારા જેવા અનેક લોકો માહિતીના અભાવને કારણે અટવાઇ પડ્યા હતા. જે બાબતને ધ્યાનમાં લઇ હું અને મારા મિત્રો શ્યામસુંદર અને સુબ્રા શાહ દ્વારા માહિતી સભર એપ્લિકેશન બનાવવાનું નક્કી કર્યું હતું અને અમે ત્રણે મિત્રોએ ભેગા મળી છેલ્લા 6 મહિનાની મહેનતના અંતે ગોસિપ નામની એપ્લિકેશન બનાવી છે. અમને વિશ્વાસ છે કે, અમારી આ એપ્લિકેશન લોકો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે.

અન્ય સમાચારો પણ છે...