તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • If Shreeji Is Discharged Into The Lake river, Rs. A Fine Of Rs 5,000, A Notification Issued By The Municipal Commissioner Late In The Evening

જાહેરનામું:શ્રીજી વિસર્જન તળાવ-નદીમાં કરાશે તો રૂા. 5 હજારનો દંડ, જાહેરનામું મ્યુનિસિપલ કમિશનરે મોડી સાંજે પ્રસિદ્ધ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુ.કમિ.એ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું

શહેરના તળાવો અને નદીઓમાં શ્રીજી વિસર્જન પર પ્રતિબંધ મુકતું જાહેરનામું મ્યુનિસિપલ કમિશનરે મોડી સાંજે પ્રસિદ્ધ કર્યું હતું અને તેનો ભંગ કરનારને પાંચ હજાર રૂપિયાનો દંડ અને કાયદેસરની કાર્યવાહી કરાશે.

જાહેર તળાવ નદી નાળા તથા અન્ય આવા પ્રકારના સ્થળોએ કરવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે
કોરોના સંક્રમણ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તાજેતરમાં દશામાની મૂર્તિના તળાવોમાં વિસર્જન પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ચાલુ મહિનાના અંતિમ તબક્કામાં શ્રીજી ઉત્સવ શરૂ થશે અને દસ દિવસના શ્રીજી ઉત્સવ બાદ શ્રીજીનું વિસર્જન કરાશે. જો કે હાલમાં કોરોના ની પરિસ્થિતિ ના કારણે જાહેર ઉત્સવો બંધ રહેનાર છે અને લોકોને ઘરે ગણેશજીની સ્થાપના કરવી પડશે. જો કે વિર્સજનની વિધી પણ ઘરમાં જ કરવી પડે તેવી સ્થિતિ ર્સજાઇ છે. કારણકે મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાયે મોડી સાંજે એપેડેમીક ડીસીઝ એક્ટ-1897 ની કલમ 2,3,4 હેઠળ મળેલી સત્તા આધારે શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં લઇ ગણપતિ મૂર્તિ વિસર્જન અને તેને આનુષાંગિક કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ પાલિકા વિસ્તારમાં આવેલા જાહેર તળાવ નદી નાળા તથા અન્ય આવા પ્રકારના સ્થળોએ કરવા પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. આ હુકમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને તેનો અનાદર કરનાર સામે 5 હજાર દંડ અને ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ તથા એપેડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેરનામામાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...