તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકાએ 3 શૈક્ષણિક સંસ્થાને આપેલા પ્લોટનું 40 કરોડ ભાડું બાકી હોવા છતાં વધુ 99 વર્ષ માટે આપવાની ભલામણ સામે આરએસપીએ મોરચો માંડ્યો છે અને બાકી ભાડાના 40 કરોડમાંથી વળતર ચૂકવાય તો તેમના વિસ્તારના 2 રોડ ખુલ્લા થઈ શકે છે તેવો અભિપ્રાય આપ્યો છે.
99 વર્ષ માટે પ્લોટ ભાડે આપવાથી પાલિકાને નુકસાન થશે
શહેરમાં વર્ષો પહેલાં શાળા માટેના પ્લોટ કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને પાલિકા દ્વારા અપાયા હતા, તેના ભાડા અંગેનો વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. પાલિકાની સમગ્ર સભામાં વધારાના કામમાં શૈક્ષણિક સંસ્થાઓને વર્ષો પહેલાં ફાળવેલી જમીન 99 વર્ષના ભાડાપટ્ટે પધરાવી દેવાની દરખાસ્ત રજૂ થતાં રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
દરખાસ્તમાં જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા વર્ષ 1978માં (1) ઉદય એજ્યુકેશન સોસાયટીને વાર્ષિક રૂ. 1250, (2) ધી કેળવણી ટ્રસ્ટને વાર્ષિક રૂા.1410 અને (3) ધી ગુજરાત ન્યૂ ઇરા એજ્યુકેશન ટ્રસ્ટને રૂા.1240ના ટોકન ભાડેથી પ્રીમિયમની રકમ વસૂલ કર્યા વિના 30 વર્ષના ભાડાપટ્ટે જમીન ફાળવાઈ હતી. જેમાં તેજસ સ્કૂલ, મહારાણી કન્યા કેળવણી વિદ્યાલય અને ન્યૂ એરા સ્કૂલનો સમાવેશ થાય છે.
ભાડાપટ્ટાની મુદત વર્ષ 2008માં પૂરી થતાં તે રિન્યૂ કરાવવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરાઈ હતી. આ દરખાસ્તમાં 3 વિકલ્પો રજૂ કર્યા છે ત્યારે પાલિકાના શાસકો તા.7મીએ નિર્ણય લેવાની હિંમત બતાવે છે કે પછી મુલતવી રાખે છે તેને લઈને ખુદ ભાજપી મોરચે જ ચર્ચા ચાલી રહી છે. આ મામલે આરએસપીના રાજેશ આયરેએ જણાવ્યુ હતું કે, 30 વર્ષના બદલે 99 વર્ષના ભાડાથી આપવાથી પાલિકાને આર્થિક નુકસાન થશે અને જે ભાડું આવે તેમાંથી પંચવટીથી સૂર્યા સોસાયટીને જોડતો રસ્તો અને લક્ષ્મીપુરાથી નારાયણ ગાર્ડનવાળો રસ્તો ખૂલી શકે તેમ છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.