તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનિશ્ચિતતા:મંજૂરી નહીં મળે તો રથયાત્રા મંદિર પરિસરમાં જ ફેરવાશે

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જગન્નાથજીની નગરચર્યા અંગે અનિશ્ચિતતા
  • ભગવાનના રથની સજાવટનું કામ શરૂ કરાયું

ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.પરંતું રથયાત્રા અંગે હજુ તંત્ર તરફથી કોઈ પરવાનગી આપવામાં ન આવતા અષાઢી બીજે પ્રભુ નગરચર્યાએ નીકળશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા સર્જાઈ છે. જો પરવાનગી નહી મળે તો ગત વર્ષની માફક રથયાત્રાને મંદિર પરીસરમાં જ ફેરવવામાં આવશે.

ઈસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. રથને શણગારવામાં આવી રહ્યો છે. રથયાત્રાના એક-બે દિવસ બાકી હશે ત્યારે રથ પર કાપડ ચઢાવવામાં આવશે. જોકે રથયાત્રા અંગે તંત્ર તરફથી કોઈ પરવાનગી આપવામાં આવી નથી.

મોટાભાગે એકાદ દિવસ પહેલા રથયાત્રા કાઢવાઅંગેનો લેટર આપવામાં આવતો હોય છે. આશા છે કે,ચાલુ વર્ષે કોરોના મહામારી ઓછી થઈ ગઈ છે ત્યારે રથયાત્રાની પરવાનગી આપવામાં આવશે,પરંતુ જો રથયાત્રાની પરવાનગી આપવામાં નહી આવે તો ગત વર્ષની જેમ મંદિર પરીસરમાં જ રથયાત્રા કાઢવામાં આવશે. 23 જૂન 2020ના રોજ સાંજે 5:45 કલાકે ઈસ્કોન મંદિરમાં 39મી રથયાત્રા મંદિર પરીસરમાં જ કઢાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...