તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:એકમ કસોટીમાં માસ કોપી થશે તો શાળાને શૂન્ય ગુણ

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • અમુક શાળા દ્વારા જવાબ લખાવવાના કિસ્સા બાદ નિર્ણય
 • એકમ કસોટી દરમિયાન વિશેષ ચકાસણી કરાશે

સ્કૂલોમાં યોજાતી એકમ કસોટીમાં કેટલીક સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને જવાબ લખાવી દેવાતા હોવાના કિસ્સાઓને કોપી ગણી ગુણોત્સવ વખતે એકમ કસોટીના સ્કૂલને મળતા ગુણને શૂન્ય કરી દેવાશે.

ગુણોત્સવમાં વિવિધ મુદ્દાઓને આવરી લઈને કુલ 1000 ગુણોના આધારે શાળાનું મૂલ્યાંકન કરાય છે, જેમાં એકમ કસોટીના 120 ગુણ નક્કી કરાયા છે. શાળાના ગુણોત્સવના ગુણ વધે તે માટે કેટલીક શાળા એકમ કસોટીમાં વિદ્યાર્થીઓને જવાબ લખાવી દેતી હોવાનું ધ્યાને આવતા આવા કિસ્સાને માસ કોપી ગણવાનું નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગુણોત્સવ યોજવામાં આવે છે, જેમાં શાળાની વિવિધ બાબતોની ચકાસણી કરી મૂલ્યાંકન કરાય છે. આ માટે સરકારના અધિકારીઓ 16 બાબતોની ચકાસણી કરતા હોય છે. કેટલીક શાળાઓ દ્વારા ગુણની ટકાવારી ઉપર લાવવા અને અધ્યયન સારું બતાવવા એકમ કસોટીના જવાબો વિદ્યાર્થીઓને લખાવી દેતી હોય છે, જેથી આ વખતે તેની પૂરતી ચકાસણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો