વિવાદ:હનુમાનજી મંદિર તોડાશે તો સંતોનો આક્રોશ વેઠવો પડશે, ​​​​​​​જૂના પાદરા રોડના મંદિરના સ્થળાંતરની પેરવી

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીઇબી કોલોની પાસેના હનુમાનદાદાનું મંદિર - ફાઇલ તસવીર - Divya Bhaskar
જીઇબી કોલોની પાસેના હનુમાનદાદાનું મંદિર - ફાઇલ તસવીર
  • 25 વર્ષના શાસનમાં 6 હજાર જેટલાં મંદિરો તૂટ્યાં

મનીષા ચોકડી બ્રિજમાં નડતરરૂપ હોવાનું કહી હનુમાનજીના મંદિરના સ્થળાંતરની પેરવીનો વિવાદ વકર્યો છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણની સાથે શહેરમાં હનુમાન મંદિરને જમીનદોસ્તનો વિચાર થશે તો સંત સમુદાયનો આક્રોશ વેઠવો પડશે, તેવી સંત સમુદાયના અગ્રણીની ચીમકીથી મામલો ઉગ્ર બન્યો છે.

પાલિકા મનિષા ચોકડી બ્રિજમાં નડતરરૂપ જીઇબી કોલોની પાસેના હનુમાનદાદાનું મંદિર સ્થળાંતર કરવા જારી પર દબાણ કરાઈ રહ્યું છે. જે અંગે મેયર, અકોટાનાં ધારાસભ્ય અને અધિકારીઓની હાજરીમાંં પૂજારી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મંદિરનું સ્થળાંતર કરવા કહી જો તમે નહીં હટાવો તો પાલિકા હટાવી દેશે તેવી ચીમકી આપી હતી.

સંત ડૉ.જ્યોર્તિનાથ મહારાજે જણાવ્યું કે, ચૂંટાયેલી પાંખ માત્ર મંદિરને ટાર્ગેટ કરી રહી છે. રાજ્યમાં 25 વર્ષના શાસનમાં 6 હજાર જેટલા મંદિર વિકાસ સહિતનાં બહાને તોડી પડાયાં છે. જેની સામે એક પણ મસ્જિદ તોડાઈ નથી. ધર્મના નામે રોટલા શેકતા શાસકોને અનેક રજૂઆત છતાં ગેરકાયદે દરગાહ -મસ્જિદના દબાણ મુદ્દે માત્ર નોટિસ પાઠવે છે. ચાંપાનેર દરગાહ તોડ્યા બાદ વાહન હટાવતા નથી.

અન્ય સમાચારો પણ છે...