તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈકો ફ્રેન્ડલી હોળી:શહેરમાં દરેક સ્થળે ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટે તો 300 વૃક્ષો બચે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલુ વર્ષે 500 સ્થળે વૈદિક-ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે
 • 5 હજાર સ્થળે હોળીમાં 80 હજાર કિલો લાકડું હોમાય છે

શહેરમાં 28 માર્ચે 5 હજાર જેટલાં સ્થળો પર હોળી પ્રગટાવાશે. જેમાં 80 હજાર કિલો લાકડું હોમી દેવામાં આવે છે. છેલ્લાં 10 વર્ષોથી વૈદિક-ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવા માટે શહેરીજનોને સમજાવતી સંસ્થાએ ગુરુવારે સવારે 11 વાગે ગાંધી નગરગૃહ ખાતે પ્લેકાર્ડ અને બેનરો સાથે લોકોને ઘાસ અને છાણાથી ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવવા માટે સમજ આપી હતી.

માનવ પ્રકૃતિ કેન્દ્રના નિખીલ પુરોહિતે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લાં 10 વર્ષથી શહેરનાં અલગ- અલગ સ્થળો પર ઈકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરે છે. અમે ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી ઝાડ કપાતાં રોકીએ છીએ. વનવિભાગના મતે 1 ઝાડમાંથી ઓછામાં ઓછું 300 કિલો લાકડું નીકળે છે. જો શહેરમાં દરેક નાગરિક લાકડાની જગ્યાએ છાણા અને ઘાસનો ઉપયોગ કરીને ઈકો-ફ્રેન્ડલી હોળી સળગાવે તો 300 ઝાડ કપાતાં બચી શકે છે. ચાલુ વર્ષે વાઘોડિયા રોડ પર ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી તેમાં કપૂર, ગૂગળ, હળદરની ગાંઠ, હવન સામગ્રી અને ગાયનું ઘી હોમીને વાતાવરણને શુદ્ધ કરીશું તેમજ આ પદાર્થોથી વાતાવરણમાં ફેલાયેલા વાઇરસ પણ નષ્ટ થાય છે. કોરોના વાઇરસમાં અમે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવીશું અને લોકોને પણ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરી ઈકો ફ્રેન્ડલી હોળી જ પ્રગટાવે તેવી અપીલ કરીશું.

, સંક્રમણ વધતાં રાજ્ય સરકારે હોળીની ઉજવણી કોરોના ગાઈડલાઈન મુજબ કરવાની અપીલ કરી છે ત્યારે શહેરમાં 500થી વધુ સ્થળો પર વૈદિક-ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે. ઈકો ફ્રેન્ડલી હોળીમાં છાણા અને ઘાસના પૂળાનો ઉપયોગ થાય છે. શહેરીજનો ઈકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવી કોરોનાના વાઇરસનો નાશ થાય તેવી પ્રાર્થના કરશે.

એક વૈદિક હોળીમાં 300-500 કિલો ગૌકાષ્ટ વપરાય
કામધેનુ ગૌઅમૃતા સંસ્થાના સંચાલક મુકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા 4 વર્ષથી ગૌકાષ્ટથી વૈદિક હોળીનું આયોજન કરે છે. જેમાં ચાલુ વર્ષે જેતલપુર કાશીવિશ્વેશ્વર મંદિર, માંડવી સ્થિત કલ્યાણરાયજી હવેલી, સનફાર્મા રોડ, ગોરવા રીફાઈનરી, માંજલપુર ખાતે વૈદિક હોળી પ્રગટાવાશે. એક વૈદિક હોળીમાં 300 થી 500 કિલો ગૌકાષ્ટ વપરાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો