નવિનીકરણનો શુભારંભ:સંસ્કૃતિ-સંસ્કાર ન સચવાય તો અફઘાન જેવી સ્થિતિ સર્જાય : મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આસોજમાં પ્રભુ સ્મૃતિતીર્થના નવિનીકરણનો શુભારંભ કરાયો હતો. - Divya Bhaskar
આસોજમાં પ્રભુ સ્મૃતિતીર્થના નવિનીકરણનો શુભારંભ કરાયો હતો.
  • આસોજમાં પ્રભુ સ્મૃતિતીર્થના નવિનીકરણનો શુભારંભ કરાયો
  • હરિપ્રસાદજીનાં યુગકાર્યને આગળ વધારાશે : પ્રેમસ્વરૂપ સ્વામી

યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પ્રાગટ્યસ્થાન આસોજમાં પ્રભુ સ્મૃતિ તીર્થનો નવિનીકરણનો શનિવારથી પ્રારંભ કરાયો છે. આ પ્રસંગે રાજ્યના મહેસુલ-કાયદા મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં પ્રેમસ્વરૂપ સ્વામીજીએ ભક્તિશિલા પૂજન દ્વારા આ નવનિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. દાસત્વ અને આત્મીયતાથી હરિપ્રસાદ સ્વામીજીનાં યુગકાર્યને આગળ વધારવાનું પણ પ્રેમસ્વરૂપ સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીજીએ હંમેશા સંસ્કૃતિ અને સંસ્કારનું સંવર્ધન કર્યું છે. આત્મીયતાથી સમાજનું પોત સુધાર્યું છે. આસોજમાં પ્રગટ થઈને લાખો લોકોનાં જીવનને નૂતનદિશા આપનાર હરિપ્રસાદ સ્વામીજીએ આત્મીયતાની શક્તિનો જગતને પરીચય કરાવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,જે સરકાર કે સમાજ સંસ્કૃતિ અને સંસ્કારનું સંરક્ષણ ન કરી શકે ત્યાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પ્રેમસ્વરૂપ સ્વામીજીએ જણાવ્યું હતું કે, આસોજમાં દિવ્યતિદિવ્ય સ્મૃતિતીર્થનું નિર્માણ તોથશે.પરંતું સાથે સાથે સ્વામીજી ઈચ્છા હતા તેમ આત્મીયતા,દાસત્વ અને સૃહદભાવથી જીવનને મંદિરરૂપ બનાવીને તેમાં ઠાકોરજીને પ્રતિષ્ઠા કરવી છે. આગામી 1 વર્ષમાં આસોજ ખાતે પ્રભુ સ્મૃતિ તીર્થનું નવીનીકરણ અને પુન:નિર્માણ કાર્ય સંકલ્પ કરવાનો નિર્ધાર છે.

અન્ય સમાચારો પણ છે...