તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનામાં પાલિકાની આર્થિક સ્થિતિ સુધરી નથી ત્યારે મોટા પ્રોજેક્ટ આગામી બજેટમાં આવે તેવી શક્યતા નથી. આ સંજોગોમાં ચૂંટાયેલી પાંખની ગેરહાજરીમાં કમિશનર પોતાને જ બજેટ આપે તેવી શક્યતા જોવાઈ રહી છે અલબત્ત આ મામલે સરકાર તરફથી ગાઇડ લાઇન ન આવતાં બજેટ અંગે તંત્ર અવઢવમાં મુકાયું છે. જો મંજૂરી મળે તો કમિશનર બજેટ રજૂ કરે તો પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કમિશનર સીઇઓ તરીકે પોતાને જ બજેટ આપશે.
2500 થી 3000 કરોડનું કદ ધરાવતા પાલિકાના બજેટ માટે તમામ વિભાગો સાથેની બેઠકો પૂરી થઈ છે અને નવા નાણાકીય વર્ષમાં કોઈ મોટા પ્રોજેક્ટ હાથ ધરાય તેવી શક્યતા હાલમાં નહીવત્ છે. નિયમ પ્રમાણે કર દર સાથેનું બજેટ 20 ફેબ્રુઆરી સુધીમાં મંજૂર કરવાનું હોય છે.પાલિકાના વહીવટદાર તરીકે મ્યુ.કમિશનરને સીઈઓની જવાબદારી સોંપાઈ છે. જેથી તેમણે કમિશનરે રજૂ કરેલું બજેટ પોતાને જ આપવાનું રહે તેવી સંભાવના છે. જોકે સરકાર તરફથી ગાઇડલાઇન અપાઈ નથી ત્યારે પાલિકાનું તંત્ર બજેટ આપવું કે વચગાળાનું બજેટ રજૂ કરવું કે કેમ તે અંગે મૂંઝવણ અનુભવે છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.