વડોદરા શહેરમાં ચકચારી તૃષા સોલંકી હત્યા કેસ બાદ યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉભા થયા છે, ત્યારે વડોદરા પોલીસે આ અંગે મદદની પહેલ કરી છે. જેમાં જો કોઇ યુવતીને તેનો પૂર્વ બોયફ્રેન્ડ કે અન્ય યુવક પણ પરેશાન કરતો હોય અને યુવતી પોલીસમાં ફરિયાદ (FIR)કર્યાં વિના જ પોલીસની મદદ તેમજ કાઉન્સેલિંગ ઇચ્છતી હોય તો તે વિના સંકોચે પોલીસ તેમજ શી ટીમનો સંપર્ક કરી શકે છે.
યુવતીઓ એપ પર પણ વિગત મોકલી શકે છેઃCP
વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેર સિંઘે જણાવ્યું હતું કે, એવું ધ્યાન પર આવ્યું છે કે, ઘણી યુવતીઓ પર્સનલ મેટરમાં અથવા લવ અફેરમાં એમને મુશ્કેલી પડતી હોય છે પણ પોલીસનો સંપર્ક નથી કરતી. તો તમામને અમે નિવેદન કરીએ છીએ અને સૂચન છે કે, યુવતીઓને કોઇપણ પ્રકારની પર્સનલ તકલીફ હોય અથવા કોઇ છોકરા હેરાન કરતા હોય તે એ શી ટીમના મોબાઇલ નંબર પર સંપર્ક કરી શકે અને અમારી શી ટીમની એપ પણ છે. યુવતીઓ એપ પર પણ વિગત મોકલી શકે છે. અમે દરેક મેટરમાં યુવતીએ ફરિયાદ ન આપવી હોય તો પણ મદદ કરીશું અને કાઉન્સેલિંગ પણ કરીશું.
શી ટીમ જગ્યા પર પહોંચીને તમામ પ્રકારની મદદ કરશે
તેમણે ઉમેર્યું હતું કે, યુવતીઓની ઘણી એવી મેટર હોય છે કે, લવઅફેર હોય અને તેમને કોઇ પ્રોબલેમ પડતો હોય તો એ ઘણી વખત સંકોચ કરતી હોય છે. તો અમારી શી ટીમ એટલા માટે જ બનાવવામાં આવી છે. આ ટીમ ગુડ ટચ-બેડ ટચની ટ્રેનિંગ પણ આપે છે. અમારી 'જિંદગી' હેલ્પલાઇન પણ છે જેમાં કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. જેથી યુવતીઓએ કોઇપણ જાતનો સંકોચ નહીં કરતા અમારી હેલ્પ લાઇન 7434888100 પર ફોન કરી શકે છે. અમારી શી ટીમ તે જગ્યા પર પહોંશે અને તેમની તમામ પ્રકારની મદદ કરશે.
મહિલાઓ માટે જુદી-જુદી હેલ્પ લાઇન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.