તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • If A Positive Customer Of Corona Fell In The Shop, The Owner Saved His Life With CPR, Then The Owner Also Came Positive But Said, 'Corona Will Disappear Tomorrow, Humanity Should Remain'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાના વેપારીની માનવતા:દુકાનમાં કોરોના પોઝિટિવ ગ્રાહક ઢળી પડ્યો તો માલિકે CPRથી જીવ બચાવ્યો, પછી માલિક પણ પોઝિટિવ આવ્યો છતાં કહ્યું, ‘કોરોના તો કાલે મટી જશે, માનવતા રહેવી જોઈએ’

વડોદરા5 દિવસ પહેલાલેખક: પ્રણય શાહ
ઘટનાનો સીસીટીવી ફૂટેજ અને ઇન્સેટમાં જીવ બચાવનાર દુકાનના માલિક.

હાલ કોરોનાની મહામારીના માહોલમાં લોકો સંક્રમણ લાગી જવાના ડરે એકબીજાને મદદ કરતા ખચકાય છે; ત્યારે વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો.

બચાવી લીધા બાદ ગ્રાહકને ખુરશી પર બેસાડવામાં આવ્યો હતો.
બચાવી લીધા બાદ ગ્રાહકને ખુરશી પર બેસાડવામાં આવ્યો હતો.

ગ્રાહકનો જીવ બચાવ્યાનો સંતોષઃ માલિક
બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે વેપારીએ ટેસ્ટ કરાવતાં તેમને પણ સંક્રમણ લાગી ગયું હતું. જોકે વેપારીએ કહ્યું હતું કે સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.

ગ્રાહકનો જીવ બચાવનાર વેપારી બાલકૃષ્ણ ગજ્જરની તસવીર.
ગ્રાહકનો જીવ બચાવનાર વેપારી બાલકૃષ્ણ ગજ્જરની તસવીર.

માલિક અને કર્મચારી જીવ બચાવવા દોડી આવ્યા
શહેરના કારેલીબાગ વિસ્તારમાં જન ઔષધિ કેન્દ્ર ચલાવતા બાલકૃષ્ણ ગજ્જરને ત્યાં આ ઘટના બની હતી, ત્યારે લાઇનમાં ઊભેલા અન્ય ગ્રાહકો આઘાપાછા થઇ ગયા હતા. જોકે દુકાનના માલિક અને કર્મચારી કોરોનાનો ડર રાખ્યા વગર તાત્કાલિક તેની મદદે પહોંચી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો