• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • If A Daughter Was Born In My Daughter's Lap, How Did A Son Appear In Your Lap? Complaint About Mother in law Beating Daughter in law

ભાસ્કર વિશેષ:મારી દીકરીના ખોળે દીકરી જન્મી તો તારા ખોળે કેવી રીતે પુત્ર અવતર્યો? સાસુએ પુત્રવધૂને મ્હેણાં મારતાં ફરિયાદ

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આખરે પરિણીતાએ પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી​​​​​​​
  • 15 દિવસના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પતિએ છૂટાછેડાની ધમકી આપી

મારી દિકરીએ પુત્રીને જન્મ આપ્યો તો તારા ખોળે દિકરો કેવીરીતે જનમ્યો? કહી ટોણા મારી પરિણીતાને ત્રાસ અપાતો હતો. પતિ અને સાસુ-સસરાને પરિણીતાના ખોળે પુત્ર જન્મ્યો તે ના ગમતા રાજસ્થાની પરિવારે પુત્રવધુને પારાવાર ત્રાસ આપીને 15 દિવસના દિકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી અને બાદમાં પતિએ પરત તેડવાની ના પાડી છૂટાછેડા આપી દેવાની ધમકી આપતા પરિણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બાજવા ગામમાં રહેતી પલ્લવી (નામ બદલેલ છે)ના લગ્ન 2017નાં રાજસ્થાન ખાતે કુનાલ કુચ્છેરીયા સાથે થયા હતા. લગ્નના એક વર્ષ સુધી પલ્લવીનું લગ્ન જીવન સુખેથી ચાલ્યું હતું. પણ 1 વર્ષ બાદ તેના સાસુ તેને જમવા બનાવવા બબાતે અવાર-નવાર ટોકતા હતા અને કુનાલને પણ પલ્લવી વિરુદ્ધ ચઢામણી કરતા હતા. જેના કારણે કુનાલ પણ તેને માર મારતો હતો અને વગર કોઈ વાંકે તેને માનસિક ત્રાસ આપતો હતો.

2020માં પલ્લવી ગર્ભવતી બની હતી તે સમયે તેની નંણદ પણ ગર્ભવતી હતી. કુનાલ અને તેની માતા વારંવાર ગર્ભપાત કરાવવા માટે ત્રાસ આપતા હતા. તેમ છતા પલ્લવીએ પુત્રને જન્મ આપ્યો હતો. પલ્લવીને લાગ્યું હતું કે પુત્રના જન્મ બાદ ઘરમાં બધુ સારુ થઈ જશે. પણ નણંદે પુત્રીને જન્મ આપતા કુનાલ અને તેના માતા-પિતાને ગમ્યુ નહોતું અને તેઓ પલ્લવીને વધુ ત્રાસ આપતા હતા. કુનાલને જ્યારે નોકરી માટે વહેલી સવારે જવાનું હોય ત્યારે વગર કારણે પલ્લવીને હેરાન કરવા માટે અને તેને ઉઠાડવા માટે કુનાલ રુમમાં જોર-જોરથી ગીતો ગાતો હતો અને પલ્લવી ના ઉઠે તો કુનાલ પલ્લવીને ગાળો ભાંડતો હતો.

એક જ પરિવારમાં બે બહેનોનાં લગ્ન થયાં હતાં
કુનાલનો ભાઈ પત્ની પર વારંવાર શંકા કરતો હતો અને સંબધ રાખવા નહોતો માંગતો. જેથી કુનાલે પલ્લવીને કીધુ હતુ કે, હતું કે, મારો ભાઈ તારી બેનને રાખવા તૈયાર નથી. તો હું પણ તેને નહીં રાખુ તેમ કહીને ઘરમાંથી કાઢી મૂકતા પલ્લીએ ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...