ટેસ્ટ વધારવાની સૂચનાનું સૂરસૂરિયું:177 ટેસ્ટ ઓછા કર્યા તોય 176 કેસ,આજથી માસ્ક અને ભીડનું ચેકિંગ કરીને દંડ વસૂલાશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુધવારે 6071 ટેસ્ટ કરાતાં 181 કેસ આવ્યા હતા, ગુરુવારે 5894 ટેસ્ટ કરાયા
  • કડકાઇ : જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ મોલ, મલ્ટીપ્લેકસ, માર્કેટ, પાર્ટી પ્લોટ સહિતના સ્થળે ચાંપતી નજર રાખશે
  • વાસ્તવિકતા : પશ્ચિમ ઝોનમાં 69 નવા કેસ સાથે હજી હોટ સ્પોટ: એક્ટિવ કેસની સંખ્યા 722 થઇ, મ્યૂકોરમાઇકોસિસથી 1નું મોત

શહેરમાં ગુરુવારે કોરોનાના નવા 176 કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગે કરેલા 5894 ટેસ્ટ પૈકી આ કેસ મળ્યા હતા. બુધવારે 6071 ટેસ્ટ કરાતાં 181 પોઝિટિવ નોંધાયા હતા, જ્યારે ગુરુવારે કરેલા ટેસ્ટની સંખ્યા બુધવાર કરતાં 177 ઓછી હતી. 2 દિવસમાં કોરોના કેસોની સંખ્યા 357 થતાં પાલિકા અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટીમ શુક્રવારથી ભીડભાડવાળી જગ્યા પર નજર રાખી માસ્ક વગરના અને સોશિયલ ડિસ્ટનસિંગ ન રાખનારા પાસેથી દંડ વસૂલશે. બીજી તરફ સયાજીમાં ગુરુવારે મ્યૂકોરમાઇકોસિસથી 1 દર્દીનું મોત થયું હતું, હાલ 4 દર્દી સારવાર લઈ રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ વધારવા કરાયેલી સૂચનાને પગલે અમદાવાદ દ્વારા 6000ને બદલે 10000 ટેસ્ટ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે વડોદરા આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટ ઘટાડતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટી હોવાનું જણાય છે.

શહેરમાં ગુરુવારે પોઝિટિવ આવેલા દર્દી પૈકી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 69 દર્દી નોંધાયા હતા, જ્યારે કુલ એક્ટિવ કેસની સંખ્યા 722 અને 618 લોકો હોમ આઇસોલેશન અને દવાખાનામાં 104 દર્દી દાખલ છે. જે પૈકી 54 દર્દી ઓક્સિજન પર છે. બીજી તરફ સંક્રમણ વધતું રોકવા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરાઈ છે. જે માર્કેટ, મોલ-મલ્ટિપ્લેક્સ, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, મેરેજ હોલ સહિતના સ્થળોએ કોરોના અંગેની સૂચનાનું ચુસ્ત પાલન થાય છે કેમ તેની નજર રાખશે.

અન્ય સમાચારો પણ છે...