તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે વડોદરાની જોડી નં-1:IAS વિનોદ રાવ અને IPS શમશેરસિંઘની કોરોનાનો કહેર ઘટાડવામાં અસરકારક કામગીરી, બેડ-ઓક્સિજન ખૂટવા ન દીધા, પ્લાઝમા ડોનર્સની લાઇનો લગાવી

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓ સહિતની સુવિધાની અછત વર્તાવા દીધી નથી
  • ડો. વિનોદ રાવ અને પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે મળીને પ્લાઝમા ડોનેટ કરવાનું અભિયાન શરૂ કર્યું

કોરોનાની બીજી લહેરમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસ કહેર મચાવી રહ્યો છે અને રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં બેડ અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં કોરોનાના બેડ, ઓક્સિજન અને પ્લાઝમાની અછત જોવા મળી નથી. વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી(OSD) ડો. વિનોદ રાવ અને વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ ગ્રાઉન્ડ લેવલે કામ કરીને કર્યું છે અને કોરોનાનો કહેર ઘટાડવામાં અસરકારક કામગીરી કરી છે. વડોદરામાં બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન ખૂટવા દીધા નથી. આ ઉપરાંત પ્લાઝમા ડોનર્સની પણ લાઇનો લગાવી દીધી છે, જેથી વડોદરામાં કોરોનાની કામગીરીમાં IAS ડો.વિનોદ રાવ અને IPS ડો.શમશેરસિંઘની જોડી નં-1 બની ગઇ છે.

વડોદરામાં રાજ્યમાં સૌથી વધુ 15 હજાર બેડ ઉપલબ્ધ
રાજ્યમાં એક તરફ જ્યાં કોરોનોથી હાહાકાર મચી જવા ગયો છે અને પરિસ્થિતી સુધરવાનું નામ નથી લઇ રહી તેવામાં, તેમાં રાજ્યના મહાનગરોની હાલ તો દિવસેને દિવસે વિકટ બની રહી છે. દર્દીને બેડ ક્યાં અને ક્યારે મળશે તે માટો સવાલ છે, ત્યારે રાજ્યમાં કોરોના સામેની લડતમાં વડોદરામાં એગ્રેસર રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટની સરખામણીએ વડોદરામાં સૌથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને દર્દીઓની સારવાર ચાલી રહી છે. વડોદરામાં અત્યારે કુલ 15 હજાર જેટલા બેડ ઉપલબ્ધ છે, જેમાં 9 હજાર બેડ ઓક્સિજન, 1165 વેન્ટિલેટર બેડ જ્યારે અન્ય નોર્મલ બેડનો શમાવેશ થાય છે.

ડો. વિનોદ રાવ અને પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે મળીને પ્લાઝમા ડોનેટ કરવાનું અભિયાન શરૂ કર્યું છે
ડો. વિનોદ રાવ અને પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે મળીને પ્લાઝમા ડોનેટ કરવાનું અભિયાન શરૂ કર્યું છે

ડો. વિનોદ રાવ અને ડો.શમશેરસિંઘ સતત લોકોની વચ્ચે રહે છે
વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી(OSD) ડો. વિનોદ રાવ અને વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ સતત લોકોની વચ્ચે રહે છે અને મિટીંગો કરીને આગોતરા આયોજન કરે છે. ડો. વિનોદ રાવ અડધી રાત્રે પણ વિવિધ હોસ્પિટલો અને ઓક્સિજન ફિલિંગ સેન્ટરોની મુલાકાત લઇને સમીક્ષ કરતા રહે છે. આમ વડોદરાના આ બે અધિકારીઓ આખી રાત જાગીને પણ વડોદરાવાસીઓની ચિંતા કરે છે અને તેનું પરિણામ છે કે, વડોદરામાં આજે બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.

પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે પ્લાઝમા ડોનેટ કરવાનું અભિયાન શરૂ કર્યું
વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે પ્લાઝમા ડોનેટ કરવા માટેનું અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત વડોદરા શહેર પોલીસના કોરોના મુક્ત થયેલા કર્મચારીઓ અને અધિકારીઓ પ્લાઝમા ડોનેટ કરી રહ્યા છે અને કોરોના સંક્રમિત દર્દીઓના જીવન બચાવવાનું કામ કરી રહ્યા છે.

ખાસ ફરજ પરના અધિકારી(OSD) ડો. વિનોદ રાવ અને વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ સતત લોકોની વચ્ચે રહે છે
ખાસ ફરજ પરના અધિકારી(OSD) ડો. વિનોદ રાવ અને વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ સતત લોકોની વચ્ચે રહે છે

એ.સી ઓફિસમાં આયોજનની સાથે હકિકતમાં જમીની કાર્યવાહી પણ જરૂરૂી
રાજ્યભરમાં કોરોનોનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે, ત્યારે આ કોરાનાની બીજી લહેરમાં મોટાભાગે રાજ્યના જીલ્લાઓ અને શહેરમાં વહિવટી તંત્રના આયોજન સામે પણ પ્રશ્નાર્થ થવા સ્વભાવિક છે. સ્થિતી વિકટ છે, પરંતુ સમય એ.સી ચેમ્બરમાં માત્ર મિટીંગ પૂરતો નથી, હકિકતમાં જમીની કામગીરી કરવાનો છે. જેનું ઉત્તમ ઉદાહરણ વડોદરા શહેર છે. વડોદરા શહેરમાં રાજ્ચ સરકારે નિમેલા ફરજ પરના ખાસ અધિકારી ડો. વિનોદ રાવ અને વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘ સાથે મળી જમીની કામગીરી કરી રહ્યા છે. જેના પરિણામે રાજ્યના અન્ય મહાનગરોની તુલનાએ વડોદરામાં પરિસ્થિતી પર અંકુશ મેળવી શકાયો છે. અન્ય મહાનગરોમાં સરકારી બાબુઓ મિંટીંગોમાં વ્યસ્ત છે, જ્યારે વડોદરામાં તો વહિવટી તંત્ર ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યુ છે.

વડોદરામાં રાજ્યમાં સૌથી વધુ ઓક્સિજન ટેન્ક લાગી, વેન્ટિલેટર વાળા બેડ સૌથી વધુ
વડોદરા શહેરમાં પાછલા 20 દિવસ દરમિયાન કોરોના સામેની લડત માટે કુલ 15 હજાર બેડની ક્ષમતા ઉભી કરી છે. જેમાં 9 હજાર બેડ ઓક્સિજન વાળા જ્યારે 1 હજાર 50 બેડ વેન્ટિલેટર વાળા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજ્યમાં સૌથી વધુ વેન્ટિલેટર વાળા બેડ પણ વડોદરામાં જ કાર્યરત થયા છે. માત્ર એટલુ જ નહીં, પરંતુ, દર્દીને સીધા બેડ પર સરળતાથી ઓક્સિજન મળે તે માટે ઓક્સિજનની 7 નવી ટાંકી ઉભી કરવામાં આવી છે. જેમાં બે ટાંકી 13 હજાર લિટર ઓક્સિજન જ્યારે બાકીની 5 ઓક્સિજન ટાંકી 20 હજાર લિટરની છે.

ડો. વિનોદ રાવ અડધી રાત્રે પણ વિવિધ હોસ્પિટલો અને ઓક્સિજન ફિલિંગ સેન્ટરોની મુલાકાત લઇને સમીક્ષ કરતા રહે છે
ડો. વિનોદ રાવ અડધી રાત્રે પણ વિવિધ હોસ્પિટલો અને ઓક્સિજન ફિલિંગ સેન્ટરોની મુલાકાત લઇને સમીક્ષ કરતા રહે છે

વડોદરામાં મંદિરોમાં કુલ 500થી વધુ બેડ, 2 મસ્જીદમાં 191 બેડ
કોરોનાની બીજી લહેરમાં સારવાર માટેની સુવિધા માટે સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હોય તો તે છે વડોદરામાં મંદિર અને મસ્જીદમાં કોરોનાની સારવાર માટે ઉભી કરાયેલી વ્યવસ્થા. રાજ્યમાં પહેલીવાર અહીં આ પ્રયોગ કરવામાં આવ્યો, જ્યારે અન્ય મહાનગરો અને જીલ્લા આ પ્રયોગમાં પાછા પડ્યા છે. વડોદરા શહેરમાં અટલાદરા સ્વામી નારાયણ યજ્ઞ પુરુષ સભા સ્થળ પર 350, કારેલીબાગ સ્વામીનારણય મંદિર ખાતે 50 બેડ કોવિડ કેર સેન્ટર, માંજલપુરમમાં વ્રજધામ હેવીલીમાં 50 બેડનુ કોવિડ કેર સેન્ટર. જ્યારે જહાગીપુરાની મસ્જીદમાં50 બેડની હોસ્પિલટલ, તાંદલજામાં દારુલ ઉલેમમાં 142 બેડ વાળુ કોવિડ કેર ઉભુ કરાયું છે, જ્યાં પણ ઓક્સિજન, વેન્ટિલેટર અને બાયપેપની સુવિધા ઉભી કરવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે યજ્ઞપુરુષ સભા સ્થળને તો SSG હોસ્પિટલનું વિસ્તરણ જ્યારે સસરમ હોસ્ટેલમાં ગોત્રી સિવીલ હોસ્ટિલનું વિસ્તરણ તરીકે વ્યવસ્થા ઉભી કરાઇ છે.

વડોદરમાં એમ્બ્યુલન્સ વેઇટિંગની સ્થિતી નહિવત, હવે બેડ ખાલી છે
એક તરફ જ્યાં રાજ્યના મહાનગરોમાં એમબ્યુલન્સના વેઇટિંગની તસવીરો હજુ તાજી છે, તેવામાં વડોદરામાં આ પ્રકારની નોબત ન આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરતા મૂળ રાજ્ય શિક્ષણ સચિવ અને કોવિડ માટે OSD તરીકેની કામગીરી સંભાળી રહેલા વિનોદ રાવે દિવ્ય ભાસ્કર સાથે વાત દરમિયાન જણાવ્યું હતું કે, સ્થાનિક કોર્પોરેશન અને જિલ્લાની ટીમ સાથે યોગ્ય સંકલન કરી કામ કરી રહ્યા છે, સ્થિતી વિકટ છે, જેથી તેની ગંભીરતાને ધ્યાને રાખીને એક સ્ટેપ આગળ જ વિચારી રહ્યા છે.

એ.સી ઓફિસમાં આયોજનની સાથે હકિકતમાં જમીની કાર્યવાહી પણ જરૂરૂી છે
એ.સી ઓફિસમાં આયોજનની સાથે હકિકતમાં જમીની કાર્યવાહી પણ જરૂરૂી છે

હજુ નવા 100 વેન્ટિલેટરની સાથે બેડ ઉભા કરી સ્થિતીને પહોંચી વળવાની તૈયારી છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં વડોદરામાં નિભાવેલી કામગીરીના અનુભવ આ સમય દરમિયાન કામ લાગ્યો. હોસ્પિટલ સંચાલકો, સંસ્થાઓ સાથે પ્રત્યક્ષ મળી સંકલન થઇ રહ્યુ છે, જેના કારણે સ્થિતી પર અંકુશ મેળવવાનો પ્રયાસમાં સફળતા મળી રહી છે. માત્ર એટલુ જ નહીં પરંતુ હજુ નવા 100 વેન્ટિલેટરની સાથે બેડ ઉભા કરી સ્થિતીને પહોંચી વળવાની તૈયારી છે. હાલ સ્થિતી એવી છે કે અન્ય જિલ્લામાંથી 2 હજાર દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, છતાંય 1 હજાર જેટલા બેડ ખાલી છે.

વડોદરામાં વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓ સહિતની સુવિધાની અછત વર્તાવા દીધી નથી
વડોદરામાં વેન્ટિલેટર, ઓક્સિજન અને દવાઓ સહિતની સુવિધાની અછત વર્તાવા દીધી નથી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો