તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • IAS Dr. Vinod Rao Says That Before Going To Bed At Night, The Only Thing That Comes To Mind Is Corona's Facility, Creating Better Facilities In Vadodara Than Delhi Mumbai.

DB ઇન્ટરવ્યુ:IAS ડો. વિનોદ રાવ કહે છે, રાત્રે સૂતી વખતે પણ કોરોનાની સુવિધાના જ વિચારો આવે છે, દિલ્હી-મુંબઈ કરતાં વડોદરામાં સારી સુવિધાઓ ઊભી કરી છે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાના OSD ડો. વિનોદ રાવ. - Divya Bhaskar
વડોદરાના OSD ડો. વિનોદ રાવ.
  • વડોદરામાં 20 લાખની વસતિએ 12 હજાર બેડની સુવિધા છે, જેમાં 8 હજાર દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
  • OSD કહે છે, નિયમિત ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લઉં છું, હાલ 24/7 કોવિડની કામગીરીમાં જોડાયેલો છું

વડોદરામાં કોરોનાને નિયંત્રણ લેવા માટે વડોદરા શહેર-જિલ્લાની ભૂગોળથી સંપૂર્ણ રીતે પરિચિત ડો. વિનોદ રાવની ફરજ પરના અધિકારી(OSD) તરીકે એક વર્ષ પહેલાં નિમણૂૂક કરવામાં આવી હતી. તેઓ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવામાં એડવાન્સમાં તૈયારીઓ કરી રહ્યા છે. ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે હું રાત્રે સૂવાના સમયે પણ કોરોનાગ્રસ્ત દર્દીઓને વધુમાં વધુ અને સારી સારવાર કેવી રીતે મળે, એવા વિચાર સાથે સૂઈ જાઉં છું. મને સૂતી વખતે પણ કોરોનાની સુવિધાઓ અંગેના વિચારો આવ્યા કરે છે. નોંધનીય છે કે વડોદરામાં કોરોનાના કેસો એની પરાકાષ્ઠાએ છે, પરંતુ, OSD ડો. વિનોદ રાવના સફળ આયોજનને પગલે અન્ય શહેરો કરતાં વડોદરામાં સુવિધામાં અગ્રેસર રહ્યું છે.

વડોદરા શહેરમાં કોરોના સામેની લડાઇ માટેની તૈયારીઓ કરાઇ
કોરોનાની મેડિકલ ફેસિલિટી બાબતે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોની હોસ્પિટલમાં બેડની અછત, ઓક્સિજનની અછત, ICU વેન્ટિલેટરની અછત જેવા અનેક પ્રશ્નો પર બૂમો પડી રહી છે, ત્યારે વડોદરા એકમાત્ર શહેર એવું છે જે આવી એક પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યું નથી અને એના જ કારણે આસપાસનાં ગામો તેમજ અન્ય શહેરોના દર્દીઓનો સારવાર માટે વડોદરામાં ધસારો થઇ રહ્યો છે.

ડો. વિનોદ રાવ અને તેમની ટીમે એડવાન્સ પ્લાનિંગની સ્ટ્રેટેજી અપનાવી છે
વડોદરામાં કોરોના પર નિયંત્રણ મેળવવા સરકારે IAS ડો. વિનોદ રાવની OSD તરીકે ગત વર્ષે નિમણૂૂક કરી હતી. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ડો. વિનોદ રાવ કોરોનાની મેડિકલ ફેસિલિટી સુધારવા અને વધુ ઉપલબ્ધ કરવામાં લાગ્યા છે. ગત વર્ષ કરતાં હાલની કોરોનાની પરિસ્થિતિ વધુ ભયાનક છે, ત્યારે આ ભયાનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડો. વિનોદ રાવ અને તેમની ટીમ દ્વારા એડવાન્સ પ્લાનિંગની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે.

OSD કહે છે, નિયમિત ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લઉં છું, હાલ 24/7 કોવિડની કામગીરીમાં જોડાયેલો છું.
OSD કહે છે, નિયમિત ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લઉં છું, હાલ 24/7 કોવિડની કામગીરીમાં જોડાયેલો છું.

વર્ષ-2020માં કોરોના અમારી માટે તદ્દન નવો હતો
રાજ્યનાં અન્ય શહેરની સરખામણીમાં વડોદરામાં કોરોનાની મેડિકલ ફેસિલિટી પૂરતી ઉપલબ્ધ કઇ રીતે કરવામાં આવી એ બાબતે ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે એડવાન્સ પ્લાનિંગ સ્ટ્રેટેજીથી કામ કરી રહ્યા છે. વર્ષ-2020માં કોરોના અમારી માટે તદ્દન નવો હતો, જેથી શું કરવું, શું ના કરવું એની પૂરતી સમજ નહોતી છતાં અમે પરિસ્થિતિને જોતાં હોસ્પિટલમાં બેડની ક્ષમતા વધારી હતી.

વડોદરામાં 20 લાખની વસતિએ 12 હજાર બેડની સુવિધા છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ વડોદરામાં 20 લાખની વસતિએ 12 હજાર બેડની સુવિધા છે, જેમાં 8000 જેટલા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે અને 4000 બેડ હજી પણ ખાલી છે. એવી જ રીતે 1000 વેન્ટિલેટર અને 2000 ICU બેડની સુવિધા. 8000 પૈકી 1600 જેટલા દર્દીઓ ICU હેઠળ છે. આ પ્રકારની કોરોના મેડિકલ ફેસિલિટી દુનિયાના કોઇ શહેરમાં નથી એવું હું ચોક્કસપણે કહું છું.

દિલ્હી-મુંબઇની સરખામણીએ વડોદરામાં ખૂબ સારી સુવિધા છે
તેમણે જણાવ્યું હતું કે દિલ્હીની વસતિ 3.20 કરોડ જેટલી છે, જ્યાં 17,000 બેડ છે અને 4 હજાર આઇસીયુની વ્યવસ્થા છે. મુંબઇની સરખામણીએ પણ વડોદરામાં ખૂબ જ સારી સુવિધા તૈયાર કરાઇ છે. ગુજરાતમાં વડોદરા કરતાં અમદાવાદમાં 4 ગણા અને સુરતમાં 3 ગણા દર્દીઓ છે. તેમ છતાં વડોદરા સુવિધાઓની સરખામણીમાં પ્રથમ છે.

ડો. વિનોદ રાવ નિયમિત ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લે છે.
ડો. વિનોદ રાવ નિયમિત ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લે છે.

ઈન્ટેલિજન્ટ રેફરલ સિસ્ટમથી કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે એની માહિતી મળે છે
ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે વડોદરામાં ઈન્ટેલિજન્ટ રેફરલ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ IRS પોર્ટલ મારફત 108 અથવા તો ખાનગી એમ્બ્યુલન્સ જાણી લે છે કે કઇ હોસ્પિટલમાં દર્દી માટે જગ્યા ખાલી છે, જેથી સમયનો પણ બચાવ થઇ જાય છે તેમજ સામાન્ય લોકો પણ આ પોર્ટલનો ઉપયોગ કરી કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે એની માહિતી મેળવી શકે છે.

હોસ્પિટલોમાં વેઇટિંગ નથી અને એમ્બ્યુલન્સોની લાઇનો પડતી નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમને કારણે હોસ્પિટલોમાં વેઇટિંગ નથી અને એમ્બ્યુલન્સોની લાઇનો પડતી નથી. મૃતકોની અંતિમક્રિયા માટે ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જે છેલ્લા એક વર્ષથી માત્ર ડેથ મેનેજમેન્ટની કામગીરી કરી રહ્યા છે, જેમાં મૃતદેહની અંતિમક્રિયા માટે શબવાહિનીની સુવિધા સહિતની તમામ કામગીરી કરવામાં આવી રહીં છે.

વડોદરામાં 20 લાખની વસતિએ 12 હજાર બેડની સુવિધા છે, જેમાં 8 હજાર દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
વડોદરામાં 20 લાખની વસતિએ 12 હજાર બેડની સુવિધા છે, જેમાં 8 હજાર દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

નિયમિત ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લઉં છું
વડોદરામાં જરૂરિયાતની સામે વધારે ફેસિલિટી તૈયાર રાખવામાં આવી છે. આ તૈયારીઓ પાછળ પૂર્વઆયોજન, નિર્ણય અને અમલીકરણની નીતિ સફળ સાબિત થઇ છે. અમે ભૂતકાળની પરિસ્થિતિ જોઇ છે, એને સમજ્યા છે અને એમાં શીખ્યા પણ છીએ. હું જ્યારે આદેશ કરું ત્યારે કામ થયું છે, એનું નિરીક્ષણ જાતે સ્થળ પર જઇને કરું છું. નિયમિત ગોત્રી અને સયાજી હોસ્પિટલની મુલાકાત લઉં છું. હાલ 24/7 કોવિડની કામગીરીમાં જોડાયેલો છું અને રાત્રે ઊંઘમાં પણ કોવિડ જ જોઉં છુ. સંયુક્ત પ્રયાસોને પગલે આવનારા સમયમાંથી પણ પાર પડી જવાશે એવું OSD ડો. વિનોદ રાવે જણાવ્યું હતું.

ડો. વિનોદ રાવ અને તેમની ટીમે એડવાન્સ પ્લાનિંગની સ્ટ્રેટેજી અપનાવી છે.
ડો. વિનોદ રાવ અને તેમની ટીમે એડવાન્સ પ્લાનિંગની સ્ટ્રેટેજી અપનાવી છે.

અમદાવાદ, સુરત, રાજકોટની હાલત જોઇએ છીએ ત્યારે આંખો ભરાઈ આવે છે
નોંધનીય છે કે વડોદરાની પરિસ્થિતિનો ચિતાર તો આપણે મેળવી લીધો છે. જે રીતે ડો. વિનોદ રાવ અને તેમની ટીમ કામ કરી રહી છે તેમને પરિણામે જ આજે વડોદરાની હોસ્પિટલમાં બેડ છે, ઓક્સિજન છે, વેન્ટિલેટર પણ છે, પણ જ્યારે અમદાવાદ, સુરત, રાજકોટ સહિત અન્ય શહેરોની હાલત જોઇએ છીએ ત્યારે આંખો ભરાઇ આવે છે. ડો. વિનોદ રાવની આ એડવાન્સ પ્લાનિંગ સિસ્ટમ પર જો સરકાર અને અન્ય શહેરનું તંત્ર કામ કરે તો મુશ્કેલીઓનો અંત વહેલી તકે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...