તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મેં માસ્ક પહેર્યું હતું, દંડ નહીં ભરું કહીને યુવકનો હોબાળો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કમાટીબાગ પાછળ રવિવારે સવારે કારમાં સવાર 3 યુવાનો પૈકી એક યુવકે માસ્ક ન પહેર્યું હોવાના કારણે પોલીસે દંડ ભરવા કહેતાં ઉશ્કેરાયેલા યુવાને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. - Divya Bhaskar
કમાટીબાગ પાછળ રવિવારે સવારે કારમાં સવાર 3 યુવાનો પૈકી એક યુવકે માસ્ક ન પહેર્યું હોવાના કારણે પોલીસે દંડ ભરવા કહેતાં ઉશ્કેરાયેલા યુવાને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

શહેરમાં કેટલાક નાગરીકો ગાઈડ લાઈનનું પાલન ન કરી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરતા હોય છે. આવો જ એક કિસ્સો કમાટીબાગ પાછળ વનવિભાગની કચેરી પાસે બન્યો હતો. જ્યાં યુવકને પોલીસે માસ્ક ન પહેરવા બદલ રોકતા તેને દંડ નહી ભરૂં તેમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરતા તેને પોલીસ સ્ટેશન લવાયો હતો.

જ્યાં પોલીસે કાયદો બતાવતા આખરે યુવકે દંડ ભરતા તેને જવા દેવામાં આવ્યો હતો. અન્ય બનાવમાં વડોદરા નજીક આવેલા રણોલીમાં ટ્રાન્સપોર્ટ ઓફિસમાં માસ્ક પહેર્યા વિના બેઠેલા બે યુવકોને દંડ ભરવાનું કહેતા યુવકોએ પોલીસ સાથે બોલાચાલી કરી હતી. જેના પગલે પોલીસે બંને સામે પોલીસની કામગીરીમાં રૂકાવટ સહિતના ગુનાઓ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...