મહેંદી હત્યા કેસ:કાશ, મહેંદીએ જીવન આસ્થાની સલાહ માની હોત તો જીવતી હોત

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બોયફ્રેન્ડ પાસે રહેવું કે પતિ પાસે ? તેની કોલ કરી સલાહ માગી હતી

હિના ઉર્ફે મહેંદીની હત્યા બાદ પેથાપુરમાં માસુમને તરછોડી દેવાની ઘટનામાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. સચિનના પ્રેમ સંબંધને લઈને મહેંદીએ જીવન આસ્થા હેલ્પલાઈનની મદદ માંગી હતી. વર્ષ 2019 નવેમ્બરમા મહેંદીએ જીવન આસ્થા હેલ્પ લાઇનમા સલાહ મેળવવા ફોન કર્યો હતો. તે સમયે 54 મીનીટ વાતચિત થઇ હતી. મહેંદીએ સવાલ કર્યો હતો કે મારી મારા પતિ સાથે જવુ કે બોયફ્રેન્ડ સાથે. તે સમયે તેને પતિ સાથે જવાની સલાહ આપી હતી, પરંતુ સલાહની વિરુદ્ધ જતા તેને મોત મળ્યુ છે.

જો સલાહ મુજબ નિર્ણય કર્યો હોત તો આજે મહેંદીનો રંગ લીલો જોવા મળતો. બીજી તરફ સચિન અને મહેંદીના બાળકનો જન્મ અમદાવાદના બોપલની સંગીતા હોસ્પિટલમાં થયો હતો. આ હોસ્પિટલમાં બાળકની પ્રથમ દિવસથી જ સારવાર કરનારા ડોક્ટરનું કહેવું છે કે, સચિન અને મહેંદી જ્યારે બાળકને લઈને હોસ્પિટલ આવતાં ત્યારે તેમનાથી એક ક્ષણ પણ બાળકને દુર થવા નહોતા દેતા. આજે માન્યામાં નથી આવતું કે બાળકની આ સ્થિતિ છે. બોપલની ચાઈલ્ડહૂડ હોસ્પિટલના ડોક્ટરે બાળક બાર વર્ષનો થાય ત્યાં સુધી તેની સમગ્ર સારવારનો ખર્ચ ઉપાડવાનું નક્કી કર્યું છે.

પોલીસ તપાસમાં સામે આવી રહ્યુ છેકે, મહેંદીએ તેના પ્રેમી સચિન દિક્ષિત સામે વર્ષ 2019મા રાણિપ પોલીસ મથકમા અરજી કરી હતી. અત્યાર સુધી સચિન દિક્ષિતનો પરિવાર મહેંદી અને સચિનના રીલેશનથી અજાણ હોવાનુ રટણ કરી રહ્યો હતો. સચિનના પિતા જનરલ મેનેજર હોવા છતા પોલીસ સામે ખોટા નિવેદન આપતા હતા.

સચીનને ટ્રાન્સફર વોરંટથી આજે વડોદરા લવાશે
હિના મર્ડર કેસમાં આરોપી પતિ સચીન દીક્ષીતને વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ થી ગુરૂવારે વડોદરા લાવશે. 14 ઓક્ટોબરના રોજ ગાંધીનગર પોલીસે લીધેલા સચીનના રિમાન્ડ પુરા થઈ રહ્યાં છે. ગુરૂવારના રોજ સચીન દિક્ષીતની ટ્રાન્સફર વોરંટ થી ધરપકડ કર્યા બાદ તેની હત્યા બાબતે વધુ પુછપરછ પણ કરશે. જ્યારે પોલીસ સચીન દિક્ષીતને સાથે રાખીને હત્યાના સ્થળ એટલે કે દર્શનમ ઓએસીસ ખાતે હત્યાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...