વધુ એક વિવાદાસ્પદ નિવેદન:વડોદરાના MLA મધુ શ્રીવાસ્તવ બોલ્યા - ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મામલતદાર-DDO કામ નહીં કરે તો 14મું રતન બતાવી દઈશ

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોટંબી ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મામલતદાર અને ડીડીઓ કામ નહીં કરે તો 14મું રતન બતાવી દઈશ, તેવી આડકતરી ધમકી આપી હતી. ધારાસભ્ય દ્વારા ફરી સરકારી અધિકારીઓ વિરુદ્ધ બોલતાં ચર્ચા શરૂ થઈ છે.

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે શનિવારે કોટંબી તાલુકા પંચાયતના કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. જે દરમિયાન તેમણે લોકોને જણાવ્યું હતું કે, હું ધારાસભ્ય બન્યો પરંતુ મંે ક્યારેય ભ્રષ્ટાચાર નથી કર્યો. હું કલેક્ટર અને પોલીસ માટે કાંઈ બોલ્યો હોઉં, પરંતુ તે મારી પ્રજા માટે બોલ્યો છું. જ્યારે કોઈ મામલતદાર હોય કે ડીડીઓ હોય કામ નહીં કરે તો તેને 14મું રતન બતાવી દઈશ.

અન્ય સમાચારો પણ છે...