વડોદરાની પરિણિતાને પૂર્વ પ્રેમીની ધમકી:'મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તને અને તારા પતિને જાનથી મારી નાખીશ', મહિલાના પતિએ પોલીસ ફરિયાદ કરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મકરપુરા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
મકરપુરા પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • આરોપીએ પરિણિતાના પતિને અભદ્ર શબ્દો પણ કહ્યા હતાં

વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં પતિ સાથે રહેતી એક પરિણિતાએ વલસાડના યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખતા પરિણિતાના અંગત ફોટો તેના પતિને મોકલી આપવા અને પ્રેમ સંબંધ નહીં રાખે તો તેને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ફોન પર ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે.

પ્રેમ સંબંધ ન રાખે તો મારી નાખવાની ધમકી આપી
પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરાની પરિણિતાને પાંચ વર્ષ અગાઉ વલસાડના પારડી ગામે રહેતા કેતન નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ પરિણિતાને જાણ થઇ હતી કે કેતન અગાઉથી પરિણિત છે તેથી તેણે સંબંધ તોડી નાખ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા કેતને ગત ફેબ્રુઆરી મહિનાથી આજદીન સુધી અલગ-અલગ ચાર મોબાઇલ નંબર પરથી પરિણિતાને ધમકી આપી હતી કે, તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો આપણા બંનેના પ્રેમ સંબંધના ફોટા તથા ઓડિયો મેસેજ તારા પતિને વોટ્સએપથી મોકલી આપીશ. તું મારી સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ.

પોલીસે મહિલાના પતિની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી
ત્યાં સુધી કે કેતને પરિણિતાના પતિને પણ ફોન કરીને ધમકી આપી હતી કે, જો તું તારી પત્ની સાથે સંબંધ રાખીશ તો હું તને જાનથી મારી નાખીશ. આ સાથે જ કેતને પરિણિતાના પતિને અભદ્ર શબ્દો પણ કહ્યા હતાં. મકરપુરા પોલીસે મહિલાના પતિની ફરિયાદને આધારે કેતન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...