ધમકી:આપઘાત કરી લઇશ અને તારું નામ લખીને જઇશ

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિની પ્રેમિકાએ પત્નીને ધમકી આપી

લગ્ન બાદ પતિની પ્રેમિકાએ ઘરે આવીને પરિણીતાને ખોટી રીતે ફસાવવાની ધમકી આપતી હતી અને બીજી તરફ તેની નંણદ અને સાસુ તેને દહેજ માટે અવાર-નવાર માનસિક ત્રાસ આપતા હોવાના કારણે પરિણિતાએ તેઓની વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.કપૂરાઈ ચોકડી પાસે રહેતી સુનિતા (નામ બદલેલ છે)ના 2019માં લગ્ન મંદાર પ્રજાપતિ સાથે થયા હતા.

લગ્નના એક મહિના બાદ એક અજાણી યુવતી સુનિતાના ઘરમાં આવીને તેને ધમકી આપી હતી કે, મારા અને મંદારનો પ્રેમ સંબધ છેલ્લા 10 વર્ષથી છે, અને હવે સ્યુસાઈડ કરી લઈશ અને અંતિમ ચિઠ્ઠીમાં તારુ નામ લખીશ, આ બાબતે સુનિતાએ મંદારને પૂછતા તેણે ઉડાવ જવાબ આપીને મામલો માંડી વાળ્યો હતો. તેની સાસુ-નંણદ તેને દહેજ માટે ત્રાસ આપી ધમકી આપતા હતા કે તું જો કેસ કરીશ તો પણ અમે પહોંચી વળીશું. સુનિતાની સારવાર માટે પણ પૈસા નહોતા આપતા જેથી સુનિતાએ મંદાર અને સાસુ-નંણદ વિષે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...