• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • I Went To Three Centers But Did Not Get The Vaccine. They Are Forcing Us To Get The Vaccine. If I Do Not Get The Vaccine, I Will Not Be Able To Go On Duty Said Woman Police

વડોદરામાં મહિલા પોલીસકર્મીની આપવીતી:'હું ત્રણ સેન્ટર પર ગઇ છતાં વેક્સિન ન મળી, અમને વેક્સિન લેવા દબાણ કરે છે, રસી નહીં મળે તો ફરજ પર હાજર નહીં થઇ શકું'

વડોદરા2 વર્ષ પહેલા
પોલીસ કોન્સ્ટેબલ પૂજાબહેન સોની
  • નવી ગાઇડલાઇનના કારણે વેક્સિન લેવા ઇચ્છતા લોકોને વેક્સિનેશન સેન્ટરો ઉપર ધરમ ધક્કા પડી રહ્યા છે

આજે ત્રણ વેક્સિનેશન સેન્ટર ઉપર ફરવા છતાં મને વેક્સિન આપવામાં આવી નથી. જો મને વેક્સિન નહીં મળે તો હું ફરજ પર હાજર થઇ શકું તેમ નથી. તેમ પોલીસ તંત્રમાં ફરજ બજાવતા મહિલા પોલીસ પૂજાબેન સોનીએ જણાવ્યું હતું. નોધનિય છે કે, આજથી પુનઃ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ, અવાર-નવાર વેક્સિન લેવા માટે બદલાતી ગાઇડલાઇનના કારણે વેક્સિન લેવા માટે સેન્ટરો પર પહોંચેલા લોકો અટવાઇ ગયા હતા. કેટલાક સેન્ટરો ઉપર વિવાદ ઉભો થયો હતો.

લોકોને વેક્સિનેશન સેન્ટરો ઉપર ધરમ ધક્કા પડી રહ્યા છે
કોરોનાની મહામારીમાં રક્ષણ પૂરૂ પાડતી વેક્સિન લેવા માટે સરકાર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ, આયોજનના અભાવ અને અવારનવાર વેક્સિન માટે બદલાઈ રહેલી ગાઇડલાઇનના કારણે વેક્સિન લેવા ઇચ્છતા લોકોને વેક્સિનેશન સેન્ટરો ઉપર ધરમ ધક્કા પડી રહ્યા છે. ચાર દિવસ બાદ વેક્સિનની કામગીરી આજથી શરૂ થતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પૂજાબહેન સોની બરોડા મેડિકલ કોલેજ ટીચીંગ બ્લોક ખાતેના વેક્સિન સેન્ટર પર વેક્સિન લેવા માટે ગયા હતા, પરંતુ, નવી ગાઇડલાઇન મુજબ તેઓને વેક્સિન આપવામાં ન આવતા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

નવી ગાઇડલાઇનના કારણે વેક્સિન લેવા ઇચ્છતા લોકોને વેક્સિનેશન સેન્ટરો ઉપર ધરમ ધક્કા પડી રહ્યા છે
નવી ગાઇડલાઇનના કારણે વેક્સિન લેવા ઇચ્છતા લોકોને વેક્સિનેશન સેન્ટરો ઉપર ધરમ ધક્કા પડી રહ્યા છે

અમને વેક્સિન લેવા માટે દબાણ કરવામાં આવે છે
કોન્સ્ટેબલ પૂજાબહેન સોનીએ જણાવ્યું હતું કે, હું આજે ત્રણ સેન્ટરો ઉપર જવા છતાં વેક્સિન આપવામાં આવી નથી. સેન્ટરો ઉપર નવી ગાઇડલાઇનનું કારણ આપવામાં આવી રહ્યું છે. અમે લોકો વચ્ચે નોકરી કરતા હોવાથી અમને વેક્સિન લેવા માટે દબાણ કરવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે, વેક્સિન લઈને જ નોકરી ઉપર આવવું. તો અમરે શું કરવું, અમારા જેવા માટે વેક્સિનની અલાયદી વ્યવસ્થા કરવી જોઇએ.

વેક્સિન લેવા માટે સેન્ટરો પર પહોંચેલા લોકો અટવાઇ ગયા હતા. કેટલાક સેન્ટરો ઉપર વિવાદ ઉભો થયો હતો
વેક્સિન લેવા માટે સેન્ટરો પર પહોંચેલા લોકો અટવાઇ ગયા હતા. કેટલાક સેન્ટરો ઉપર વિવાદ ઉભો થયો હતો

રજિસ્ટ્રેશનની પ્રિન્ટ લઇને ગયો છતાં મને વેક્સિન આપવામાં આવી નથી
હર્ષ સોલંકીએ જણાવ્યું હતું કે, વેક્સિન લેવા માટે મારું રજિસ્ટ્રેશન પણ થઇ ગયું છે અને જે-તે સેન્ટર ઉપર રજિસ્ટ્રેશનની પ્રિન્ટ લઇને ગયો હતો. છતાં મને વેક્સિન આપવામાં આવી નથી. સેન્ટર ઉપર જણાવ્યું કે, તમારૂ રજિસ્ટ્રેશન અમારા લિસ્ટમાં બતાવતું નથી, જેથી વેક્સિન આપી શકાય નહીં. સરકાર એક તરફ યુવાનોને વેક્સિન લેવા માટે ભાર મૂકી રહી છે. જ્યારે બીજી બાજુ આયોજનના ભાવના કારણે યુવાનોને વેક્સિન લેવા માટે ધક્કા ખાવાનો વખત આવ્યો છે.

આજથી પુનઃ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી,
આજથી પુનઃ વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી,
અન્ય સમાચારો પણ છે...