CMનું સ્નેહમિલન:વડોદરામાં શહેર ભાજપના સ્નેહમિલન સમારંભમાં CM પટેલે કહ્યું: હું પણ તમારા જેવો કાર્યકર હતો, તમે પણ મુખ્યમંત્રી બની શકો છો

વડોદરા15 દિવસ પહેલા
મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યો છું : CM
  • સ્નેહમિલનમાં 400 લોકોને મંજૂરી સામે 10 હજારથી વધુ કાર્યકરો ભેગા થયા, કોરોનાની ગાઈડ લાઇન્સના લિરેલિરા ઉડ્યા
  • કોરોના વધતા કેસ વચ્ચે પણ નવલખી મેદાન કાર્યકરોથી ઉભરાયું, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો સદંતર અભાવ
  • શહેરમાં કોરોનાની ત્રીજી લહેર માટે સ્નેહમિલન કાર્યક્રમ એ.પી. સેન્ટર બને તો નવાઈ નહીં

વડોદરામાં નવલખી મેદાન ખાતે શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમીત્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં આયોજીત સ્નેહ મિલન સમારંભમાં પોલીસ તંત્ર દ્વારા માત્ર 400 લોકોને મંજૂરી આપવામાં આવી હતી.. જે સામે 10 હજારથી વધુ કાર્યકરો ભેગા થતાં કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યા હતા. શહેર પોલીસ તંત્ર સત્તાધારી ભાજપાના ઘૂંટણીએ પડી ગયું હતું. અને મુકપ્રેક્ષક બનીને હજારો કાર્યકરો સાથે યોજાયેલા કાર્યક્રમને લ્હાવો લીધો હતો. સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હું પણ એક તમારા જેવો કાર્યકર હતો. મારી જેમ તમે પણ મુખ્યમંત્રી બની શકો છો.

કોરોના કાળમાં ભાજપના કાર્યકરોએ સરાહનીય કામગીરી કરી છે : CM
કોરોના કાળમાં ભાજપના કાર્યકરોએ સરાહનીય કામગીરી કરી છે : CM

અમારી ટીમ પ્રજાના કામો કરી ખરા ઉતરીશું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપા 182 બેઠકો સાથે સત્તામાં આવે તે માટે કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી. ભાજપના કાર્યકરો પ્રજા વચ્ચે જઇ તેઓની સમસ્યાઓનું સમાધાન કરે છે. આથી ભાજપાને લોકો મત આપે છે. વડાપ્રધાન અને કેન્દ્રના ગૃહમંત્રીએ અમારી ટીમ ઉપર વિશ્વાસ મુક્યો છે. ત્યારે અમારી ટીમ પ્રજાના કામો કરી ખરા ઉતરીશું. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યો છું.આજે વડોદરામાં જે સ્વાગત થયું છે. તેવું સ્વાગત પ્રથમ વખત થયું છે. કોરોના કાળમાં ભાજપના કાર્યકરોએ સરાહનીય કામગીરી કરી છે. દુઃખના સમયમાં કોઇના આસુ લૂછો તેજ સાચી સેવા છે.

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યો છું : CM
મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યો છું : CM

કોરોનાની ત્રીજી લહેર માટે સ્નેહમિલન કાર્યક્રમ એ.પી. સેન્ટર બનશે
આજના આ સમારંભમાં શહેર ભાજપા દ્વારા 11 હજાર ભાજપા કાર્યકરોને સ્નેહ મિલનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતુ. અને ડીજીટલ આમંત્રણ 1 લાખ ઉપરાંત કાર્યકરોને આપવામાં આવ્યા હતા. પરિણામે નવલખી મેદાન કાર્યકરોથી ઉભરાતા એવું લાગતું હતું કે, સંભવીત કોરોનાની ત્રીજી લહેર માટે સ્નેહમિલન કાર્યક્રમ એ.પી. સેન્ટર બનશે. નોંધનીય બાબત એ છે કે, પોલીસ તંત્ર દ્વારા કોરોનાની ગાઇડ લાઇન મુજબ શહેરમાં દેવઉઠી અગિયારસના દિવસે નીકળતા ઐતિહાસિક શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન અને શ્રી રણછોડરાય ભગવાનના વરઘોડામાં માત્ર 15 લોકોને મંજૂરી આપવામાં આવી હતી.

કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યા
કોરોનાની ગાઇડલાઇનના લીરેલીરા ઉડ્યા

કાર્યકરો ઉમટી પડતાં રાજમહેલ રોડ ઉપર ટ્રાફિક વધ્યો
આગામી તા.19 નવેમ્બરના રોજ નીકળનાર શહેરની આન સમાન ભગવાન નરસિંહજીના વરઘોડાને પણ કોરોનાની ગાઇડ લાઇન મુજબ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ભાજપાના શાસનમાં પોલીસ તંત્રની બેવડી નિતી શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની હતી. મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડતાં રાજમહેલ રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર અસ્તવ્યસ્ત થઇ ગયો હતો.

શહેર પોલીસ તંત્ર સત્તાધારી ભાજપાના ઘૂંટણીએ પડી ગયું
શહેર પોલીસ તંત્ર સત્તાધારી ભાજપાના ઘૂંટણીએ પડી ગયું

કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ કાર્યકરો પક્ષની શિસ્તને નેવે મૂકી
કાર્યક્રમ બાદ ભોજન વ્યવસ્થા જળવાઇ રહે તે માટે 114 કાઉન્ટરની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર 28 મીનીટના સમય ગાળામાં સૌને ભોજનની વ્યવસ્થા પૂર્ણ થાય અને અને ઓછામાં ઓછુ ફૂડ વેસ્ટ થાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ છતાં, કાર્યક્રમ પૂર્ણ થતાની સાથે જ કાર્યકરો પક્ષની શિસ્તતાને નેવે મૂકી જમવા માટે ભાગદોડ કરી મુકી હતી.

વિવિધ વિભુતીઓના નામના ગેટ તૈયાર કરવામાં આવ્યા
મુખ્યમંત્રીનું માલધારી સમાજ, રાજપૂત સમાજ, મરાઠી સમાજ, રાજસ્થાની સમાજ, શીખ સમાજ, લઘુમતી સમાજ અને પૂર્વ સૌનિકો દ્વારા વેષભૂષામાં સજ્જ થઇ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા મોરચાની બહેનોએ તિરંગા કલરના પટ્ટામાં કેસરી, સફેદ અને લીલા કલરની સાદી ધારણ કરી હાજરી આપી હતી. યુવા મોરચાના યુવકો ભગવા કલર ની ટી-શર્ટ ધારણ કરી ઉપસ્થિત રહ્યા હતા. સમીયાણામાં સર સયાજીરાવ ગાયકવાડ, વિનોબાભાવે, ડો. બાબા સાહેબ આંબેડકર, શ્રી રંગ અવધૂત જેવા વિવિધ વિભુતીઓના નામના ગેટ તૈયાર કરવામાં આવ્યા હતા

યોગેશભાઇનું બ્લડપ્રેશર સારું તો આખી સરકારનું સારું રહે
સ્નેહ મિલન સમારંભમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે આરોગ્ય ચકાસણી દરમિયાન જિલ્લા કલેકટર, મ્યુ.કમિશનર, મેં અને યોગેશભાઇએ બ્લડપ્રેશર ચેક કરાવ્યું હતું. અધિકારીઓના અને મારા બ્લડ પ્રેશર યોગ્ય હતા તેવી જ રીતે યોગેશભાઇનું બ્લડપ્રેશર પણ યોગ્ય હતું. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે યોગેશભાઇનું બ્લડપ્રેશર સારું તો આખી સરકારનું સારું રહે.

વડોદરા માટે વિશેષ બજેટ જોગવાઇની જાહેરાત કરાઇ
વડોદરાના વિકાસ માટે યોગ્ય રીતે આયોજન કરીને પ્લાન મૂકવામાં આવશે તો બજેટમાં વિશેષ જોગવાઇ કરીને બજેટ ફાળવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી.

2 નંબરના ગેટ પર વિવાદ થતાં મેયર,મહામંત્રી દોડી ગયા
સીએમના ભાષણ સમયે જ 2 નંબરના ગેટ પર કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો જેના પગલે મેયર,મહામંત્રી સહિતના આગેવાનો દોડી ગયા હતા. જેથી સીએમે કહ્યું હતું કે તમે બેસો એ એની મેળેે ગોઠવાઇ જશે. નાની નાની વસ્તુઓ ચાલ્યા કરે.

અન્ય સમાચારો પણ છે...