લગ્ન વિવાદ:મારે તારી સાથે જ લગ્ન કરવા છે, કહી સગીરાની પજવણી

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડભોઇયા ચોકીની બાજુમાં રહેતા યુવક સામે ફરિયાદ

બરાનપુરા પેટ્રોલપંપ નજીક રહેતી સગીરા સાથે લગ્ન કરવાની જીદ પકડી તેનો પીછો કરતા યુવક સામે  ફરિયાદ નોંધાઈ છે.

સગીરા ફોન કરતાં પકડાઇ જતાં પુત્રીએ માતાપિતાને સઘળી હકીકત જણાવી હતી

બરાનપુરા પેટ્રોલ પંપ સામે રહેતા પરિવારની મોટી પુત્રી અને ડભોઇયા પોલીસ ચોકીની બાજુમાં રહેતા સાહિલ ઉર્ફે જામ્બો ચુનારા વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હતો. ત્યારબાદ સગીરાએ તેની સાથે વાત કરવાનું બંધ કરતા સાહિલે પીછો કરવાનું શરૂ કર્યું હતું. સાહિલે તેની સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. સાહિલે સગીરાને મોબાઈલ પણ આપ્યો હતો. સગીરા ફોન કરતાં પકડાઇ જતાં પુત્રીએ માતાપિતાને સઘળી હકીકત જણાવી હતી. જો તેની સાથે લગ્ન નહીં કરે તો ફોટા વાઇરલ કરવાની ધમકી પણ આપી હોવાનું પુત્રીએ જણાવતાં માતા પિતાએ વાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ સગીરાના માતા-પિતાએ સાહિલના પરિજનોને સમજાવ્યા હતા છતાં સાહિલે પીછો છોડ્યો નહોતો.પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...