ગુણાતીત સ્વામીની અંતિમ ઓડિયો ક્લિપ:'હું એટલું બધુ સહન કરૂ છું કે, રાત્રે ઉંઘી નથી શકતો, માનસિક રીતે ત્રાસ આપે છે, અહીંથી નીકળો, સંતોના લોહી ચૂસાય છે'

વડોદરા23 દિવસ પહેલા
  • ગુણાતીત સ્વામીના ભત્રીજા કહે છે કે, અમને તો શંકા છે કે ગુણાતીત સ્વામીની હત્યા થઇ છે

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડામાં ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ હવે તેમના મુંબઇથી આવેલા તેમના ભત્રીજાએ આજે વડોદરા જિલ્લા એસ.પી.ને આ મામલે તટસ્થ તપાસની કરવા અરજી આપી ગુણાતીત સ્વામી સાથે થયેલ ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ પણ રજૂ કરી છે. જેમાં તેઓ સોખડા મંદિરમાં તેમને ટોર્ચર કરાતા હોવા અંગેની વાત કરે છે. તેમજ પોતે વૃદ્ઘાશ્રમમાં રહેવા જતું રહેવું છે તેમ પણ કહે છે.

ગુણાતીત સ્વામીની ભત્રીજા હરસુખ ત્રાગડીયા સાથેની છેલ્લી વાતચીત

  • ગુણાતીત તસ્વામી: અમારા ફોન એક મહિનો લોક કરી દીધા હતા.
  • હરસુખ ત્રાગડીયા: તમારી બાજુમાં કોઇ નથી ને?
  • ગુણાતી તસ્વામી: ના, કોઇ હોય તો હું વાત પણ ન કરુ ને.
  • હરસુખ ત્રાગડીયા: આમા તો મારા જેવા નિર્દોષ માણસો પિલાઇ ગયા
  • ગુણાતીત સ્વામી: હા, હું અત્યારે એટલું બધુ સહન કરુ છું કે, હું રાત્રે ઉંઘી નથી શકતો.હેરાન કરે છે, માનસિક રીતે ત્રાસ આપે છે.
  • હરસુખભાઇ: તમને શું હેરાન કર્યાં છે?
  • ગુણાતીત સ્વામી: અમે બે સંત રહેતા હતા તેમાં એક સંત ધામમાં જતા રહ્યા. તો પોણા ભાગની રૂમ પચાવી લીધી, સામાન મુકવાના ખાના પચાવી લીધા. આખો દિવસ આ સંત આવા કે તેવા એવી જ વાતો ચાલ્યા કરે છે. હું અત્યાર સુધી તટસ્થ જ હતો. પણ આપણને માનસિક ટોર્ચર કર્યાં કરતા.
  • હરસુખભાઇ: એ વાત સાચી છે કે, બધાના ફોન બંધ કરાવી દીધા હતા?
  • ગુણાતીત સ્વામી: અમારા બધાના એક મહિનો ફોન બંધ કરાવી દીધા હતા.
  • હરસુખભાઇ: તો ત્યાગસ્વામીનો નંબર તો ચાલુ હતો
  • ગુણાતીત સ્વામી: એવા તો ઘણાના ફોન ચાલુ હતા. આમાં તો અમારે કંઇ બોલાય એવું છે જ નહીં.
  • હરસુખભાઇ: મુંબઇ આવતા રહો ને.
  • ગુણાતીત સ્વામી: મારી તો સો ટકાની ઇચ્છા છે. મેં તો મારા સંબંધીને દિવાળી પહેલાનુ કહી રાખ્યું હતું કે, મને વૃદ્ઘાશ્રમમાં મુકી દો. મેં તો કહ્યું હતું કે મારી અહીં (સોખડા મંદિરમાં) જિંદગી સેટ નથી. કારણ કે, મારે તો રોજ રિબાયેલા રહેવું, નાના-મોટાથી દબાઇને રહેવાનું. મેં તો છાલામાં રહેવાની વાત પણ કરી હતી. ત્યાં સિંગલ રૂમમાં રહેવું હોય તો રૂમ આપે છે. મને ખાંસીની તકલીફને લીધે રાત્રે સામે વાળાને પણ તકલીફ થાય.
  • હરસુખભાઇ: હરિપ્રકાશ સ્વામીને વાત કરોને કંઇ થાય તો.
  • ગુણાતીત સ્વામી: ના એમને વાત ન કરાય. મારી પરિસ્થિતિ જોતા મારો સાથ આપવો જોઇએ એ પણ તે મને ઉલટાની સલાહ આપે છે.
  • હરસુખભાઇ: પ્રબોધસ્વામીને તકલીફ તો પડશે
  • ગુણાતીત સ્વામી: હા તકલીફ જ છે.
  • હરસુખભાઇ: રૂબરુ આવું પછી સત્સંગ કરીશું
  • ગુણાતીત સ્વામી: ના...ના.. મારુ તો મન ઉઠી ગયું છે. મારે તો હાલ જ નિકળી જવું છે.
  • હરસુખભાઇ: મારે બે મહિના પછી આવવાનુ જ છે
  • ગુણાતીત સ્વામી: ત્યારે મળાય કે ન મળાય.
  • હરસુખભાઇ: એ તો જેવી મહારાજની મરજી
  • ગુણાતીત સ્વામી: મારે તો બહાર નિકળવું છે પણ સપોર્ટ જોઇએ.
  • હરસુખભાઇ: તમે 500-600 મેમ્બર હતા, તેમાંથી 250 તો નીકળી જાય છે.
  • ગુણાતીત સ્વામી: પ્રેમ સ્વામી ઝુકશે એ નહીં ઝુકે, મેં એ લોકોને કહું હતું કે, અહીંથી નીકળો, સંતોના લોહી ચૂસાય છે.

અમને તો શંકા છે કે ગુણાતીત સ્વામીની હત્યા થઇ છેઃ હરસુખભાઇ ત્રાગડિયા
હરસુખભાઇ ત્રાગડિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ગુણાતીત સ્વામીના હું ભત્રીજો છું. તેમની જે હત્યા થઇ છે તેના અનુસંધાનમાં અમને ન્યાય મળે એ માટે અમે આવ્યા છીએ. અમારા વચ્ચે છેલ્લે 10 અને 19 એપ્રિલના રોજ ફોન પર વાત થઇ હતી. અમારી વચ્ચે થયેલા વાતનું રેકોર્ડિંગ વડોદરા જિલ્લા એસ.પી.ને આપ્યુ છે. જેમાં ગુણાતીત સ્વામી ટોર્ચર અને તકલીફો વિશે કહી રહ્યા છે. ગુણાતીત સ્વામી સાથે આવું બન્યું તેની જાણ પણ અમને મંદિર દ્વારા કરાઇ નથી, અમને તો મીડિયા દ્વારા જાઇ થઇ. હરિપ્રકાશ સ્વામી અને ગુણાતીત સ્વામી પિતરાઇ ભાઇઓ થાય છે. અમને તો શંકા છે કે ગુણાતીત સ્વામીની હત્યા થઇ છે. એસ.પી. અમને પુરો સહકાર આપવાની વાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...