તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:હું આર્મીમેન બોલું છું, મારે 60 હજારના ફર્નિચરની ખરીદી કરવી છે, કહી વેપારી પાસેથી રૂા. 4.89 લાખ પડાવી લીધા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નકલી આર્મીમેને એડવાન્સ પૈસાની લાલચ આપી યુપીઆઇ આઇડી મેળવી લીધું

શહેરના ફર્નિચરના વેપારીને આર્મીમેનની ઓળખ આપી પોતાને 60 હજારનું ફર્નીચર ખરીદવું છે તેમ જણાવી એડવાન્સ પેમેન્ટ કરવાના નામે વેપારીનું ઇ-વોલેટ જાણી લઇ વેપારીની જાણ બહાર ધડાધડ બેંક ખાતામાંથી ટ્રાંજેક્શન કરીને 4.89 લાખ ઉપાડી લીધા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. શહેરના સાઇબર એકસપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, અત્યાર સુધી સાઇબર માફિયા ફેક આધાર કાર્ડ, કેન્ટીન કાર્ડ, લાઇસન્સ બનાવી લોકોનો વિશ્વાસ  જીતી, આર્મીના નામથી છેતરપિંડી કરતા હતા. હવે સાઇબર અપરાધીઓએ તેમની મોડસ ઓપરેન્ડી બદલી છે અને ઓનલાઇન ડિરેક્ટરીઓ જેવા પ્લેટફોર્મ પર જે વેપારીઓ એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓના કોન્ટેક મેળવી  તેમને નિશાન બનાવી રહ્યા છે.

વેપારીએ તેને 50થી વધુ ફોન કોલ કર્યા હતા                                                                            બે દિવસ પહેલાં શહેરના એક ફર્નીચરના વેપારીને સાઇબર માફિયાએ આર્મીમેનની ઓળખ આપી ફોન કર્યો હતો અને વેપારી પાસેથી લગભગ 60 હજારના ફર્નિચરની ખરીદી કરવી છે તેમ જણાવી તેનો વિશ્વાસ જીત્યો હતો. વેપારીએ હાલના લોકડાઉનના સમયગાળામાં ફર્નિચરની ડિલિવરી શક્ય નથી તેમ જણાવતાં આર્મીમેન દ્વારા તેને આર્મી  વ્હીકલ દ્વારા લઈ જઈ શકાશે તેવી બાંહેધરી આપી હતી. વેપારીએ તેની પાસેથી 60 હજારમાંથી 30 હજાર રૂપિયા એડવાન્સ માંગતા જ ધુતારાએ તક ઝડપી વેપારી પાસેથી તેના ઇ-વોલેટની માહિતી માંગી હતી. વેપારીએ તેની ઈ-વોલેટ ડીટેલ નકલી આર્મીમેનને આપ્યા બાદ વેપારીના ખાતામાંથી અલગ અલગ છ ટ્રાન્ઝેક્શનમાં 4,89,500 ઉપડી ગયા હતા. વેપારીએ આર્મીમેનને ફોન કરીને પોતાના રૂપિયાની માંગણી કરતાં તેણે પોતાનો એક્સિડન્ટ થયો છે અને અત્યારે હું રૂપિયા આપી શકું એમ નથી એમ જણાવી વેપારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. વેપારીએ તેને 50થી વધુ ફોન કોલ કર્યા હતા.આખરે તેણે પોલીસને જાણ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...