તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પરાક્રમસિંહે સંકલનમાં કહ્યું, તો 5 લાખ મારે ઘરના આપવા પડશે

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમા તળાવ કિનારે ગાર્ડન વિકસાવવાના કામ બાદ ચુકવણાનો વિવાદ

સમા તળાવ કિનારે ગાર્ડન વિકસાવવાના કામમાં ચુકવણાનો વિવાદ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ પક્ષની સંકલન સમિતિની બેઠકમાં કામ મંજૂર નહીં થાય તો 5 લાખ મારે ઘરના આપવા પડશે તેમ કહ્યું હોવાનું સપાટી પર આવ્યું છે.

સમા તળાવ કિનારે હોર્ટિકલ્ચર અને લેન્ડ સ્કેપ વિકસાવવા CSRમાંથી ખર્ચ પાડવા 3 માસ પહેલાં ઠરાવ કરાયો હોવા છતાં સ્થાયીમાં 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ખર્ચની દરખાસ્ત રજૂ થતાં ભાજપમાં ભડકો થયો હતો. પાલિકા દ્વારા હોર્ટિકલ્ચર અને લેન્ડ સ્કેપ વિકસાવવાનું કામ મંજૂર થયું નથી તે પહેલાં 15 ઓગસ્ટ પછી કામ શરૂ થઈ ગયું હોવાનું બહાર આવ્યું છે. સ્થાયીની બેઠક પૂર્વે શહેર ભાજપ કાર્યાલયે મળેલી સંકલન સમિતિની બેઠકમાં આ કામ કરવા પરાક્રમસિંહ જાડેજાએ ભાર મૂક્યો હતો.

જોકે ડો.શીતલ મિસ્ત્રીની રજૂઆતમાં મહામંત્રી સુનિલ સોલંકી અને કોર્પોરેટર મનોજ પટેલે સૂર પુરાવ્યો હતો. પરાક્રમસિંહ જાડેજાએ જે જાહેર સાહસ પાસેથી કામ કરાવવા તૈયારી બતાવી હતી ત્યાંથી જવાબ નકારમાં મળ્યો હતો. પાલિકાના ખર્ચે કામ કરવું પડે તે અગાઉના ઠરાવ મુજબ યોગ્ય નથી તેવું સૂચન આવતાં પરાક્રમસિંહે પોતાની સ્ટાઈલમાં એ ભાઈ રિઝોલ્યુશન જોઈ લો, તેમ કહ્યું હતું. જોકે વિવાદ વકરે તેમ લાગતાં દરખાસ્ત પર નિર્ણય લેવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...