વડોદરા હાઇ પ્રોફાઇલ રેપ કેસ:'મેં દુષ્કર્મ આચર્યુ નથી, મને ફસાવી દેવામાં આવ્યો છે', SITની પૂછપરછમાં આરોપી અશોક જૈનનું રટણ

વડોદરા2 મહિનો પહેલા
  • અશોક જૈનને પકડવા પોલીસે 700થી વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કર્યાં હતા

વડોદરા શહેરના હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં ઝડપાયેલા આરોપી સીએ અશોક જૈન SITની પ્રાથમિક પૂછપરછમાં પોતે દુષ્કર્મ ન આચર્યુ હોવાની વાત કરી રહ્યો છે. SITના ચીફ એસીપી ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન આરોપી અશોક જૈન 'મેં દુષ્કર્મ આચર્યું નથી, મને ફસાવી દેવામાં આવ્યો છે', તેવુ રટણ કરી રહ્યો છે.

અશોક જૈન દર્શન કરવા બહાર નીકળ્યો ત્યારે ઝડપાયો
ગોત્રી દુષ્કર્મ કેસમાં 19 દિવસથી ફરાર સીએ અશોક જૈનને ક્રાઇમ બ્રાન્ચે પાલીતાણામાં ધર્મશાળાની બહાર દબોચી લીધો હતો. બીજી તરફ આ કેસની પીડિતાનો મિત્ર અલ્પુ સિંધી પણ હરિયાણાના ગુરૂગ્રામથી ઝડપાયો હતો. બાતમીના આધારે પોલીસ ગુરૂવારે સવારે પાલીતાણા પહોંચી હતી અને બાતમી મુજબની ધર્મશાળાની બહાર વોચ ગોઠવી ત્યારે સવારે 10 વાગ્યાના અરસામાં અશોક જૈન દર્શન કરવા બહાર નીકળ્યો ત્યારે ઝડપાયો હતો.

અશોક જૈન SITની પ્રાથમિક પૂછપરછમાં પોતે દુષ્કર્મ ન આચર્યુ હોવાનું વાત કરી રહ્યો છે
અશોક જૈન SITની પ્રાથમિક પૂછપરછમાં પોતે દુષ્કર્મ ન આચર્યુ હોવાનું વાત કરી રહ્યો છે

આગોતરા મળે તેવી મહેચ્છાએ દર્શન કરવા ગયો
પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, ફરિયાદ નોંધાયા બાદ અશોક જૈન વડોદરાથી જયપુર થઇને લખનૌ તથા લોનાવાલા અને ગોવા થઇને પરત વડોદરા આવ્યો હતો.વડોદરાથી અમદાવાદ થઇને ધોલેરા ગયા બાદ બુધવારે રાત્રે પાલીતાણા પહોંચ્યો હતો. અશોક જૈન આગોતરા જામીન મળે તેવી મહેચ્છા સાથે પાલીતાણા દર્શન કરવા ગયો ત્યારે પકડાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસને જોઇને ગભરાયેલા અશોકે કહ્યું ‘મેં કોઇ ગુનો કર્યો નથી’
પાલીતાણામાં ક્રાઇમ બ્રાંચની ટીમે અશોક જૈનને દબોચી લઇ પોલીસ તરીકેની ઓળખાણ આપતાં એક તબક્કે અશોક જૈન ગભરાઇ ગયો હતો અને આંખમાં આંસુ આવી ગયા હતા. જો કે તેણે પોલીસને પ્રાથમિક પુછપરછમાં કહ્યું હતું કે તે નિર્દોશ છે અને કોઇ ગુનો કર્યો નથી. તેણે પોલીસને આમ પણ જણાવ્યું હતું કે જો તેને આગોતરા જામીન ના મળત તો તે હાજર થઇ જાત. જોકે, તે હાઇકોર્ટ સુધી કાયદાકીય કાર્યવાહી કરવાનો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.

આરોપીના રિમાન્ડ મેળવીને SIT સઘન પૂછપરછ કરશે
આરોપીના રિમાન્ડ મેળવીને SIT સઘન પૂછપરછ કરશે

700થી વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કર્યાં
હરિયાણાની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી એ રાત્રે જ વડોદરા છોડીને ફરાર થયેલા અશોક જૈનની પોલીસે રાજસ્થાન અને એમપી તથા મહારાષ્ટ્રમાં શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન એ વખતે અશોક જૈને આગોતરા જામીન અરજી કરતાં કાયદાકીય કાર્યવાહી પણ શરૂ થઈ હતી. એ જ વખતે અશોક જૈન બે દિવસ પહેલાં વડોદરા આવ્યો હોવાની પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરી હતી, જેમાં શહેરમાં પ્રવેશવાના તથા શહેરની અંદરના જંક્શનોના 700થી વધુ સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કરતાં પોલીસને અશોક જૈન હાઇવે પર તેના ભત્રીજા દીપેશ ઉર્ફે શ્રેયાંશની કારમાં બેઠેલો જોવા મળ્યો હતો.

અશોક પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો
જેથી પોલીસ ચોંકી ઊઠી હતી. અશોક જૈન બે દિવસ સુધી વડોદરામાં કયાં કયાં ગયો હતો એની તપાસ કરી હતી અને વેશપલટો કરી તેનો પીછો કરી એ જે સ્થળે રોકાયો હતો. એ સ્થળ સુધી પોલીસ પહોચી ગી હતી. જોકે અશોક પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યો હતો અને શહેર છોડીને જતો રહ્યો હતો, જેથી પોલીસે તેના ભત્રીજાને બોલાવી તથા નિકટના પરિવારના સભ્યોને બોલાવી ઊંડી પૂછપરછ કરી હતી, જેમાં તે અમદાવાદ થઇને બગોદરા તથા ધોલેરા તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

અશોક જૈન દર્શન કરવા બહાર નીકળ્યો ત્યારે ઝડપાયો હતો
અશોક જૈન દર્શન કરવા બહાર નીકળ્યો ત્યારે ઝડપાયો હતો

ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરતો ન હતો
જેથી પોલીસ ધોલેરા સુધી પહોંચી હતી અને ત્યાર બાદ તે પાલિતાણામાં હોવાની બાતમી મળતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ બાતમી મુજબની ધર્મશાળાની બહાર ગોઠવાઈ અને આખરે અશોક જૈન પકડાઈ ગયો. અશોક જૈન પોલીસથી બચવા માટે ઓનલાઇન ટ્રાન્ઝેકશન કરતો ન હતો અને 5 લાખ રોકડ લઇને નીકળ્યો હતો. 6 હજાર કિમી રખડયા બાદ તે પોલીસના હાથે દોઢ લાખ રોકડ સાથે ઝડપાયો હતો.

ચોંકાવનારી માહિતી બહાર આવે એવી સંભાવના
ગત સપ્તાહે રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો હતો અને ત્યાર બાદ અશોક જૈન ગુરુવારે પકડાયો હતો. આ કેસમાં રાજુ ભટ્ટને ભગાડવામાં મદદ કરનારા કાનજી મોકરિયાને પણ પોલીસે ઝડપી લીધો હતો. અશોક જૈનની પૂછપરછમાં દુષ્કર્મ કેસમાં ચોંકાવનારી માહિતી બહાર આવે એવી સંભાવના છે.

રિમાન્ડ માટે મહત્ત્વની દલીલો

  • આરોપી ફરિયાદીના ફ્લેટની એક ચાવી પોતાની પાસે રાખતો હતો એટલે ફ્લેટમાં સ્પાઇ કેમેરા ક્યારે અને કોના મારફતે લગાવ્યાં ? તેની તપાસ કરવાની છે. કેમેરાનું મેમરી કાર્ડ રિકવર કરવાનું છે.
  • દુષ્કર્મ સમયના ફોટો આરોપીએ કેવી રીતે પાડ્યાં છે ? અ્ને સ્પાઇ કેમેરાના ફોટો તેની પાસે કેવી રીતે આવ્યાં ?
  • આરોપીએ ફરિયાદીના મિત્ર અલ્પુ સિંધીને પણ ફોટો મોકલી વાઇરલ કર્યાં છેતો અન્ય કેટલા લોકોને ફોટો મોકલ્યાં છે ? વાઇરલ કરવામાં કોણ કોણ સંડોવાયેલ છે ?
  • ધરપકડ ટાળવા આરોપી મુંબઇ, લોનોવાલા, ગોવા અને પાલીતાણા ગયેલ છે તો ત્યાં ક્યાં રોકાયેલ છે, કોણે આશ્રય આપ્યો ? ક્યાં વાહનમાં ગયો ?
  • બનાવમાં અન્ય કેટલાની સંડોવણી છે ? કોણે મદદગારી કરી છે ?