તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરે જઇને સારવાર:'મને કોરોના છે મારી હાર્ટની સર્જરી થયેલી છે, ભરત મને કહે છે કે, તમે 110 ટકા જીવતા રહેવાના છો' વડોદરાના 68 વર્ષના મહિલા સંજીવની ટીમની સેવાથી ગદગદીત થયા

વડોદરા2 મહિનો પહેલા
સંજીવની અભિયાન હેઠળ ઘર મુલાકાતથી ભાયલીના હીનાબેન શાહનું મનોબળ અને મક્કમતા વધી ગઇ છે
  • સંજીવની અભિયાન હેઠળ ઘર મુલાકાતથી ભાયલીના હીનાબેન શાહ નું મનોબળ અને મક્કમતા વધી
  • હૃદયની શસ્ત્રક્રિયા થયેલી છે એવા કોવિડ દર્દીની સંજીવની ટીમ સતત કાળજી લઈ રહી છે

'ભરતભાઈ એટલો બધો સારો દીકરો છે. મને ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે અને કોરોના થયો છે, પણ ભરતભાઈ મને સતત કહે છે કે, માસી આનંદમાં રહો. તમે 110 ટકા જીવતા રહેવાના છો, તમને કશું જ થવાનું નથી. વડોદરા નજીક ભાયલી ગામના 68 વર્ષના હીનાબેન શાહ સંજીવની ટીમની સેવા અંગે વાત કરતા ગળગળા થઈ જાય છે.

એમની હૃદયની શસ્ત્રક્રિયા પણ થયેલી છે, પણ આત્મવિશ્વાસ સાથે લડી રહ્યા છે
એમને ભાયલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવ્યો તો કોરોના પોઝિટિવ આવ્યો. એમની હૃદયની શસ્ત્રક્રિયા પણ થયેલી છે. એટલે તેઓ કો મોર્બિડ હતા અને આ બીમારી લાગી એટલે સ્વાભાવિક હતાશ થઈ જવાય એવા સંજોગો હતાં, પરંતુ, સંજીવની ટીમના આરોગ્ય કાર્યકર ભરત પરમાર અને આર.બી.એસ. ડો. પરેશ પ્રજાપતિ દિવસમાં એકવાર એમની ચોક્કસ મુલાકાત લઈને શરીરનું તાપમાન, ઑક્સિજન લેવલ, બ્લડ પ્રેશરની નિયમિત ચકાસણી કરે છે. સૌથી મોટી વાત, એક દીકરો પણ કદાચ પાછો પડે એવો સધિયારો આપે છે જેના લીધે હીનાબેનની મનોમક્કમતા ખુબ વધી છે અને તેઓ અડગ આત્મ વિશ્વાસ સાથે આ હતાશ કરી દેતા રોગ સામે લડી રહ્યાં છે.

હૃદયની શસ્ત્રક્રિયા થયેલી છે એવા કોવિડ દર્દીની સંજીવની ટીમ સતત કાળજી લઈ રહી છે
હૃદયની શસ્ત્રક્રિયા થયેલી છે એવા કોવિડ દર્દીની સંજીવની ટીમ સતત કાળજી લઈ રહી છે

સંજીવની ટીમના સદસ્યોની સંભાળના ગદ ગદ હ્રદયે ભરપેટ વખાણ કર્યાં
આજે જ્યારે અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવતે સુરક્ષિત અંતર જાળવીને એમની મુલાકાત લીધી, ત્યારે તેમણે સંજીવની ટીમના સદસ્યોની આત્મીયતા ભરેલી સંભાળના ગદ ગદ હ્રદયે ભરપેટ વખાણ કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, આ લોકોએ મને તેમનો વોટ્સએપ નંબર આપ્યો છે અને આખા દિવસમાં તબિયતમાં કોઈ તકલીફ થાય તો સંકોચ વગર તુરત સંપર્ક કરવા કહ્યું છે. આ અતિશય સારી સેવા છે, એવી લાગણી તેમણે આભારના ભાવ સાથે વ્યક્ત કરીને સંજીવની ટીમના સદસ્યોને ધન્યવાદ આપ્યા હતા.

હવે સંજીવની ટીમની મુલાકાતથી હોમ આઇસોલેસના દર્દીઓને નવું બળ મળ્યું
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હોમ બેઝડ કોવિડ કેરને મજબૂત કરવા વાહન સાથે બે બે સભ્યોની બનેલી સંજીવની ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેના ઘણા પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે, એવી જાણકારી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના હોમ આઇસોલેસન હેઠળના દર્દીઓની સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ભાળ લેવામાં આવી રહી હતી. હવે સંજીવની ટીમની મુલાકાતથી તેને નવું બળ મળ્યું છે. આ ટીમ દર્દીની નિર્ધારિત તપાસ કરીને કોઈ દવાઓની જરૂર હોય તો તે ઉપલબ્ધ કરાવવાનું અને તબિયતમાં કોઈ મોટો ફેરફાર જણાય તો દવાખાનામાં દાખલ કરવાનું સંકલન કરે છે.

હોમ બેઝડ કોવિડ કેરને મજબૂત કરવા વાહન સાથે બે બે સભ્યોની બનેલી સંજીવની ટીમ કાર્યરત કરવામાં આવી છે
હોમ બેઝડ કોવિડ કેરને મજબૂત કરવા વાહન સાથે બે બે સભ્યોની બનેલી સંજીવની ટીમ કાર્યરત કરવામાં આવી છે

સંજીવની ટીમો દર્દીઓની યોગ્ય સંભાળ લેવામાં ખુબ ઉપયોગી બનતી જઈ રહી છે
ડો.ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, હાલમાં વડોદરા અને પાદરા તાલુકાઓમાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીની સૂચના હેઠળ સંજીવની ટીમો કાર્યરત કરવામાં આવી છે. એક ટીમમાં એક આરોગ્ય કાર્યકર અને એક આર.બી.એસ.કે. ડોક્ટરનો સમાવેશ થાય છે, જેઓ ફાળવેલા ઘર સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લે છે અને ટેલીફોનિક સંપર્ક પણ જાળવે છે. તેમને ચેપથી બચીને પોતાની સુરક્ષા જાળવવા માટે જરૂરી દિશા નિર્દેશો આપવામાં આવ્યાં છે, જેનું પાલન કરીને ફરજો બજાવી રહ્યાં છે. આ ટીમોની સેવાઓ દર્દીઓની યોગ્ય સંભાળ લેવામાં ખુબ ઉપયોગી બનતી જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો