બરવાળા લઠ્ઠાકાંડ:સાવલી PSIએ કહ્યું - હું લોડેડ પિસ્તોલ સાથે ઘરમાં ઘુસ્યો ત્યાં જ આરોપીએ કહ્યું, ‘સાહેબ હું ગામ જ છોડતો હતો અને તમે આવી ગયા’

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
અલ્પેશ મહીડા, PSI, સાવલી - Divya Bhaskar
અલ્પેશ મહીડા, PSI, સાવલી
  • નવા મકાનના આગળ અને પાછળના દરવાજે 2-2 પોલીસ જવાન ગોઠવાયા હતા

બોટાદ જિલ્લાના લઠ્ઠાકાંડનો આરોપી જટુભા રાઠોડ સાવલીના પરથમપુરા ખાતે પોતાની સાસરીમાં આવ્યો હોવાની બાતમીના આધારે સાવલી પોલીસ મથકના પીએસઆઈ અલ્પેશ મહીડા લોડેડ પીસ્તોલ લઈને આરોપીના સસરાના ઘરમાં ઘુસી ગયા હતાં. જ્યાં ભાગવાની તૈયારી કરતા જટુભાએ પીએસઆઈ મહીડાને જોઈ કહ્યું હતું કે,‘સાહેબ હું ગામ છોડતો હતો અને તમે આવી ગયા’. પીએસઆઈ અલ્પેશ મહીડાએ જણાવ્યું કે, બાતમી મળતાં જ મંગળવારે રાત્રે 8 વાગે વરસતા વરસાદમાં હથિયારધારી પોલીસની ટીમે પરથમપુરામાં પ્રવેશવાના અને બહાર નિકળવાના પાંચેય રસ્તા બ્લોક કરી દિધા હતાં.

લઠ્ઠાકાંડના આરોપીની પરથમ પુરા ગામેથી ધરપકડ કરાઇ હતી.
લઠ્ઠાકાંડના આરોપીની પરથમ પુરા ગામેથી ધરપકડ કરાઇ હતી.

અમને માત્ર એટલી ખબર હતી કે, જટુભાના સસરાનું ઘર પરથમપુરા ગામના હરસીધ્ધી માતાજીના મંદિર પાસે છે. પરંતું મંદિરની પાસે 9 મકાનો હતા. અમે દરેક 9 ઘરના આગળના દરવાજા અને પાછળના દરવાજે 2-2 પોલીસ કર્મચારીઓ હથિયાર સાથે ગોઠવાઈ ગયા હતાં. આમ 9 ઘરને 36 પોલીસ કર્મચારીઓએ ઘેરી લીધા હતાં. મંદિરથી ત્રીજા ઘરમાં હું લોડેડ પિસ્તોલ સાથે ઘુસ્યો હતો.

ઘરનો દરવાજો ખુલ્લો હતો. દરવાજો ખોલીને હું અંદર ગયો તો જોયું કે, આરોપી બુટ પહેરીને નિકળવાની તૈયારીમાં જ હતો. પોલીસને જોઈને તે બોલી ઉઠ્યો કે, ‘સાહેબ હું ગામ છોડતો હતો અને તમે આવી ગયા. અઢી કલાક સુધી આ ઓપરેશન ચાલ્યુ હતું’. તાત્કાલીક આરોપીને ઝડપીને પોલીસ ત્યાંથી રવાના થઈ ગઈ અને આ અંગે જિલ્લા એસપીને જાણ કરીને આરોપીને બોટાદ પોલીસને સોંપી દેવાયો હતો.

24 કલાકમાં દર કલાકે 6 કેસ કરી 83 બૂટલેગરને ઝડપ્યા, લઠ્ઠાકાંડ બાદ ત્રણ દિવસમાં 174 કેસ નોંધવામાં આવ્યા

બોટાદ જિલ્લામાં સર્જાયેલા જીવલેણ લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસ સફાળી જાગી
બોટાદમાં દેશી દારૂના કારણે મોટી સંખ્યામાં થયેલા મોતને પગલે રાજયમાં ખળભળાટ મચ્યો છે. ત્યારે શહેર પોલીસ પણ એકશનમાં આવી છે. પોલીસે રાત્રે અને વહેલી સવારના સમયે સરપ્રાઈઝ ચેકિંગ કરતાં દેશી દારૂનો જથ્થો લઇને શહેરમાં આવતાં ખેપિયાઓમાં અફરાંતફરી મચી ગઇ હતી. શહેર પોલીસે 24 કલાકમાં 146 કેસ કરીને 83 જણને ઝડપી પાડયા છે. ‘શહેરમાં પોલીસે ખેપિયા વહેલી સવારે દેશી દારુ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય પોલીસે વ્યૂહરચના સાથે ચેકિંગ હાથ ધર્યું હતું.

પોલીસે લિસ્ટેડ બુટલેગરો પર નજર રાખી ચેકિંગગહન બનાવ્યું છે. રાત્રે અને વહેલી સવારે પણ ચેકિંગ કરાઇ રહ્યું છે. શહેર પોલીસના વિવિધ પોલીસ મથકમાં 1 જ દિવસમાં દેશી દારૂના 146 કેસ નોંધાયા હતા અને 83 જણાંની ધરપકડ કરાઈ હતી. ત્રણ દિવસમાં પોલીસે દેશી અને વિદેશી દારૂના 174 કેસ કર્યા છે અને 109 જણની ધરપકડ કરી છે. આ ઉપરાંત રૂા.13,200નો મુદામાલ પણ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...