તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • 'I Don't Believe Early Elections Will Be Held, Elections Will Be Held On Time, Gujarat Will Not Be Allowed To Have Anything To Do With UP Elections': CM Rupani

ગુજરાતમાં વહેલી ચૂંટણી નહીં:'હું નથી માનતો કે વહેલી ચૂંટણી આવે; સમયસર જ યોજાશે, UPની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા-દેવા નથી': CM રૂપાણી

વડોદરાએક મહિનો પહેલા
રૂ.341 કરોડ ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું CM દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું.
 • રાજપીપળાના જીતનગર ખાતે આજે રાજ્યકક્ષાનો આદિવાસી મહોત્સવ યોજાયો
 • CMએ રૂ.341 કરોડ ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું

નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના જીતનગર ખાતે આજે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં 341 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.

ગુજરાતમાં વહેલી ચૂંટણી અટકળો પર પૂર્ણવિરામ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હું નથી માનતો કે વહેલી ચૂંટણી આવશે. રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા-દેવા નથી. અમે લોકો તો સતત કામ કરનારા લોકો છીએ. ભાજપ કોઇ ચૂંટણીલક્ષી યોજના બનાવતી નથી. અમે તો 5 વર્ષમાં સતત લોકો વચ્ચે જનારા છીએ. કોંગ્રેસ ચૂંટણી વખતે જ લોકો વચ્ચે જાય છે.

નર્મદા જિલ્લાને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની ભેટ મળશે
રાજપીપળામાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હોવાથી નર્મદા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે રાજપીપળામાં જીતનગર ખાતે રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં નર્મદા જિલ્લાને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની પોતાના મકાનની ભેટ મળશે. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન અને આદિજાતિ કલ્યાણમંત્રી ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ મનસુખ વસાવા ચાલુ કાર્યક્રમમાં ગુસ્સે થઈ ગયા
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ભાજપના સાંસદ મનસુખ વસાવા ચાલુ કાર્યક્રમમાં ગુસ્સે થઇ ગયા હતા. સાંસદ મનસુખ વસવાની સ્પીચ સમયે એન્કરે વચ્ચે CMનો ચિતાર આપતાં તેઓ બગડ્યા હતા. સાંસદે એન્કરને કહ્યું હતું કે બંધ કરો હમણાં, એમ કહીને સાંસદ ગુસ્સે થઈ ગયા હતા. આ સમયે સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના હકની વાત કરતા હતા.

સાંસદ મનસુખ વસવા સ્પીચ સમયે એન્કર વચ્ચે CMનો ચિતાર આપતાં તેઓ બગડ્યા હતા.
સાંસદ મનસુખ વસવા સ્પીચ સમયે એન્કર વચ્ચે CMનો ચિતાર આપતાં તેઓ બગડ્યા હતા.

કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં દેખાઈ રહ્યો છે
કોંગ્રેસના વિરોધપ્રદર્શન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ઉજવણી કરે છે અને કોંગ્રેસ વિરોધ કરે છે. કોંગ્રેસના વિરોધની કોઈએ નોંધ લીધી નથી. આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે કોંગ્રેસ આદિવાસીઓનો વિરોધ કરે છે. કોંગ્રેસનો વિરોધ ફક્ત મીડિયામાં જ દેખાઈ રહ્યો છે.

અકસ્માત અંગે CMએ સંવેદના વ્યક્ત કરી
અમરેલીમાં થયેલા અકસ્માત અંગે CM રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે અમરેલીમાં ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આ પ્રસંગે તમામ મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની CM વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી.

રાજપીપળાના જીતનગર ખાતે રાજ્યકક્ષાનો આદિવાસી મહોત્સવ યોજાયો.
રાજપીપળાના જીતનગર ખાતે રાજ્યકક્ષાનો આદિવાસી મહોત્સવ યોજાયો.

સોશિયલ ડિસ્ટન્સ સાથે તહેવારોની ઉજવણી કરવાની અપીલ
આ પ્રસંગે CM રૂપાણીએ લોકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રાવણ મહિનામાં તહેવારોની ઉજવણી કરવાની લોકોને અપીલ કરી હતી અને હડતાળ પર ગયેલા તબીબોને પણ કામે લાગી જવાની પણ અપીલ કરી હતી.

મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યાં

 • 11.42 કરોડના ખર્ચે શાળાનાં મકાન તૈયાર થશે.
 • સરકારી કન્યા છાત્રાલય મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત.
 • કન્યા છાત્રાલય રાજપીપળા મકાનનું 16.85 કરોડના ખર્ચે બાંધકામ થશે.
 • ડેડિયાપાડા ખાતે ગર્લ્સ મોડલ શાળાનું CMએ લોકર્પણ કર્યું.
 • રાજપીપળા હાટ બજારનું લોકર્પણ કર્યું.
 • રાજપીપળા ચિલ્ડ્રન હોલનું લોકર્પણ કર્યું.

(અહેવાલઃ પ્રવીણ પટવારી, રાજપીપળા)