તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્પ્રેરણ:મંદબુદ્ધિવાળા યુવક સાથે લગ્ન કરાવી દેનાર કાકાના કારણે આપઘાત કરું છું

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના 2 માસમાં જ યુવતીએ ઝેર પી આપઘાત કર્યો હતો, 4 મહિના બાદ ફરિયાદ
  • ભત્રીજીએ અંતિમ ચિઠ્ઠીમાં કાકાને જવાબદાર ઠેરવ્યા : દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

મંદબુધ્ધિ અને ખોળખાંપણવાળા યુવક સાથે લગ્ન કરાવી દેનારા કાકાના કારણે જ આત્મહત્યા કરૂ છું તેવી એક અંતિમ ચીઠ્ઠી લખ્યા બાદ ભત્રીજીએ ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મકરપુરા પોલીસે આરોપી કાકા વિરૂધ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મકરપુરા પોલીસના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ભડગાંવ તાલુકાની યુવતીના લગ્ન મે 2019માં વડોદરા ખાતે રહેતા યુવક સાથે થયા હતાં. લગ્નના બે મહિનામાં જ દિકરીનું અવસાન થયું હોવાનું પરિવારને જાણ થતા તેઓ તાત્કાલિક વડોદરા આવી પહોચ્યાં હતાં. પૂછપરછમાં સાસરીયાઓએ જણાવ્યું કે, તેમની દિકરી સાસરીમાં રહેવા રાજી ન હતી.

10 જુલાઈએ તે રાતે સુઈ ગઈ જ્યારે બીજા દિવસે તે પલંગમાં બેભાન અવસ્થામાં મળી હતી. જેથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરતા તેનું મરણ થયું હતું. જ્યારે દિકરીએ મરાઠી ભાષામાં ચિઠ્ઠી લખી પોતાના ગાદલા નીચે મુકી હતી. જેમાં તેના અંતિમ પગલા માટે પોતાના કાકાને જવાબદાર ઠેરવ્યા હતા. મકરપુરા પોલીસની તપાસમાં કોમલે ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું બહાર હતું. બનાવના ચાર મહિના બાદ પોલીસે આ કેસમાં આરોપી ગુલાબરાવ ભીમરાવ પાટીલ (સેલાર) વિરૂધ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અંતિમ ચિઠ્ઠી: કાકાએ મને વેચી નાખી
મૃતકે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે,મારું લગ્ન મારા મરજી વિરૂધ્ધ મારા કાકા ગુલાબ ભીમરાવ સેલારે કરાવ્યું છે. લગ્ન માટે મને બળજબરી થી ઉભી રાખી હતી, દરમિયાન આ છોકરો મંદબુધ્ધિનો, પગ અને હાથથી ખોડ-ખાપણ વાળો હોવાથી તેના હાથ પગ ધ્રુજતા હતા અને તેને ખેંચ અને ઝાટકા આવતા હતા. છતાં મારા કાકાએ આ છોકરા સાથે મારા લગ્ન કરાવી દીધા હતા. આ કારણે હું મારી જીવનયાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય લઉ છું. આ માટે મારા કાકા ગુલાબ ભીમરાવ સેલાર જવાબદાર છે. જ્યારે મારા કાકાએ મને વેચી નાખી મને અને મારા માતાને અંધારામાં રાખ્યાં,અમોને કોઈ પણ જાતની જાણ થવા દીધી ન હતી. છોકરાને જોવાનો સંજોગ જ મળ્યો નહીં અને છોકરો લગ્નમાં જ દેખાયો. હું કંઈ કરી શકી નહીં. લગ્ન બાદ વડોદરા સાસરીમાં ગઈ ત્યારે જાણ્યું કે, છોકરાનું પહેલુ લગ્ન સગાઈ વખતે જ તુટ્યું હતું. જેથી હું ઘણી દુખી હતી. મારા કાકાએ મારી જીંદગીનો સત્યાનાશ કર્યો છે. મારી જીવવાની ઈચ્છા હોવા છતા તેમણે મારો ઘાત કર્યો અને હું હવે લાચાર થઈને જીવી શકતી નથી. મારા મૃત્યુંનું કારણ મારા કાકા ગુલાબ સેલાર છે.’’

હેન્ડ રાઈટિંગ એક્સપર્ટના રિપોર્ટ બાદ ગુનો નોંધાયો
પરિણીતાએ ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. યુવતીએ અંતિમ ચિઠ્ઠી પણ લખી હતી. આ ચિઠ્ઠીને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી હતી. એફએસએલમાં હેન્ડ રાઈટિંગ એક્સપર્ટનો રિપોર્ટ આવ્યા બાદ આ ઘટનામાં ફરિયાદ નોંધવામાં આવી છે. - આર.એ. પટેલ, પીઆઈ, મકરપુરા પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો