તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દંડ:હું માસ્કનો દંડ ભરવાનો નથી કહી પોલીસ સાથે ઝઘડો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

અલકાપુરી વિસ્તારમાં સરદારબાગ સ્મશાન પાસે મોપેડ પર બેઠેલા યુવક-યુવતી પૈકી યુવક માસ્ક પહેર્યા વગર નો જણાતા પોલીસે યુવકને દંડ ભરવાનું કહેતાં ઉશ્કેરાયેલા યુવકે પોલીસ સાથે ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કરતા પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી સ્મશાન સામે એક યુવક અને યુવતી મોપેડ પર બેઠેલા હતાં, જેમાંથી યુવકે માસ્ક પહેર્યો ન હતો જેથી પોલીસે તેને માસ્ક નહિ પહેરવા બાબતે દંડ ભરવાનું જણાવતાં તેને પોલીસ સાથે રકઝક કરી હતી અને હું કોઈની દંડની રકમ ભરવાનો નથી, તમારાથી થાય તે કરી લો તેમ કહી ઝઘડો કરતા પોલીસે તેને એક્ટિવા પર સયાજીગંજ પોલીસ સ્ટેશનને આવી રહી હતી ત્યારે અલકાપુરીના કોંકર્ડ બિલ્ડીંગ પાસે આવતા તેણે પોલીસ કર્મીને નીચે ઊતરી જા, મારી પાસે પણ પૈસા પણ નથી અને હું દંડ ભરવાનો પણ નથી, હું કોર્ટમાં દંડ ભરીશ તેમ કહી ઉગ્ર અવાજે ઝઘડો કર્યો હતો અને ફરજમાં રૂકાવટ કરી હતી. જેથી પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતાં તેનું નામ આરીફ ખાલિદ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો