તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:‘હું બીમાર છું અને પતિ ફરવા જતા રહે છે’ પત્નીની અભયમને ફરિયાદ

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 4 દાયકાના લગ્નજીવન બાદ પતિ કાળજી ન રાખતા હોવાનો આક્ષેપ
 • અભયમે પતિને સમજાવતાં ભૂલ કબૂલ કરતાં મામલો થાળે પડ્યો

શહેર નજીક આવેલા ગામમાં રહેતી મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇ્નને ફોન કરીને મદદ માંગી હતી કે 40 વર્ષના લગ્ન જીવન બાદ પતિ તેની યોગ્ય રીતે કાળજી લેતો નથી. પોતે બિમાર હોવા છતાં સારવાર કરવાના બદલે પતિ બહારગામ ફરતો રહે છે અને તેની દરકાર રાખતો નથી. અભયમની ટીમે મહિલાના પતિને સમજાવી મામલો થાળે પાડયો હતો. મહિલાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી તેમને થાઇરોડની બીમારી છે અને હાઈ બીપી અને અન્ય રોગોમાં પણ તે સપડાયેલા છે અને તેઓ હાલ વ્હીલચેરની મદદથી ઘરમાં હરી ફરી શકે છે.

તેમને કોઈ સંતાન ના હોવાથી તેમણે એક દીકરીને દત્તક લીધી હતી જેના નિકાહ પણ થઇ ગયા છે. બિમારી અને વૃદ્ધાવસ્થા હોવાથી ઘર નું કામ કરવા એક મહિલા આવે છે પરંતુ તેનું કામ પસંદ ના હોવાથી બાકી નું કામ તેમના પતિ પણ કરે છે પરંતુ અવાર નવાર મહિલાને ઘરમાં એકલી નિ:સહાય અવસ્થામાં મૂકીને તેનો પતિ મૂકી એકલા બહાર ગામ જતો રહે છે.

પૈસે ટકે તેઓ સુખી હોવાથી તેમના પતિ દુબઈ પણ એકલા ફરવા જતા રહ્યા હતા. અભયમની ટીમે ત્યાં હાજર મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરી બીમાર પત્નીની વધુ કાળજી રાખવા તથા બીમારીમાં ભાવનાત્મક આશ્વાસન અને લાગણી રાખવા સમજાવતાં તેમણે પોતાની ભૂલ કબૂલી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો