ગ્રૃપ ઓફ ધ ડે:હું મૂળ અમદાવાદી છું પણ અમેરિકાથી દર વર્ષે ગરબા રમવા વડોદરા જ આવું છું: NRI રોનક

વડોદરા2 મહિનો પહેલા
નવરાત્રિમાં ગરબા રમવા આવેલ યુવક અને ગ્રૃપ.

વડોદરાના ગરબા સમગ્ર ગુજરાતમાં એક અનોખું મહત્વ ધરાવે છે. આ ગરબાનું ઘેલું વડોદરાવાસીઓને જ નહીં પણ અમદાવાદીને પણ એવું લાગ્યું છે કે તે અમેરિકામાં સ્થાયી થયા હોવા છતાં અને પરિવાર અમદાવાદમાં રહેતો હોવા છતાં ગરબા રમવા તો ગ્રૃપના મિત્રો સાથે વડોદરામાં જ આવે છે.

અમેરિકાથી વડોદરા ગરબા રમવા આવેલ નિરવ.
અમેરિકાથી વડોદરા ગરબા રમવા આવેલ નિરવ.

વર્ષ 2015થી અમેરિકાથી વડોદરા આવું છું
વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબામાં નવરાત્રિ સેલિબ્રેશન કરવા આવેલા નિરવ સાવંતે જણાવ્યું હતું કે, હું અમદાવાદના નિકોલ વિસ્તારનો વતની છું. હું વર્ષ 2015થી અમેરિકા રહું છું પણ ગરબા રમવા તો વડોદરાના યુનાઇટેડ વેમાં જ આવું છું. અમારુ સાતથી આઠ જણાનું ગ્રૃપ છે. તેઓ છેલ્લા 12થી 15 વર્ષથી યુનાઇટેડ વેમાં જ ગરબા રમવા આવે છે. અમારા ગ્રૃપમાં આરતી નામની યુવતી ન્યૂઝિલેન્ડથી વડોદરા ગરબા રમવા આવી છે.

નિરવ સાથે તેના ગ્રૃપના સભ્યો.
નિરવ સાથે તેના ગ્રૃપના સભ્યો.

અમેરિકામાં આઇટી કંપનીમાં જોબ
નિરવે જણાવ્યું કે અમેરિકાના હું આઇટી કંપનીમાં જોબ કરું છું અને વર્જિનિયા સ્ટેટના રોનોક સિટીમાં રહું છું. હું અમદાવાદી છું પરંતુ મને અમદાવાદના ગરબા નથી પસંદ. પરંતુ દર વર્ષે હું વડોદરામાં યુનાઇટેડ વેમાં ગરબા રમવા આવું છું.