• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • "I Am Going To Fight As An Independent, I Will Not Join Any Other Party. I Will Support BJP Even After Contesting Elections': Madhu Srivastava

દબંગ MLAનો હુંકાર:'હું અપક્ષ તરીકે લડવાનો છું, બીજી કોઈ પાર્ટીમાં નહીં જઉં. ચૂંટણી લડ્યા પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું': મધુ શ્રીવાસ્તવ

વડોદરા19 દિવસ પહેલા

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ ભાજપે કાપી છે. જેને પગલે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી છે. મધુ શ્રીવાસ્તવે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડીશ તો અપક્ષ તરીકે લડીશ, બીજી કોઈ પાર્ટીમાં નહીં જઉં. હું ભાજપનો છું અને ભાજપમાં જ રહેવાનો છું. ચૂંટણી લડ્યા પછી પણ ભાજપને જ સપોર્ટ કરવાનો છું. બે દિવસમાં કાર્યકર્તાઓને ભેગા કરીને કાર્યકર્તાઓ જે નિર્ણય લેશે, તેના આધારે હું ચાલવાનો છું.

કાર્યકર્તાઓ કહેશે કે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પાર્લામેન્ટ્રી બોર્ડે જે નિર્ણય કર્યો તે શિરોમાન્ય છે. હવે કાર્યકર્તા વડે હું અપક્ષ કોર્પોરેટર બન્યો, ત્યારબાદ એક જ કાર્યકર્તાઓ વડે ધારાસભ્ય બન્યો. વડોદરા અને વાઘોડિયાના એ કાર્યકર્તાઓને બે દિવસમાં ભેગા કરીને કાર્યકર્તા જે નિર્ણય લેશે તેના આધારે હું ચાલવાનો છું. કાર્યકર્તાઓ કહેશે કે કોઈ કાર્યકર્તાને ચૂંટણી લડાવવાની છે, તો તેને લડાવીશું. કર્તાકર્તાઓ કહેશે મધુભાઈ તમે લડો તો જ હું ચૂંટણી લડીશ. તેમાં શંકાને કોઈ શંકાને સ્થાન નથી.

વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.
વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.

હું પટેલ, દરબારમાં નથી આવતો હું પરપ્રાંતિયમાં આવુ છું
તેમણે ઉમેર્યુ કે, પાર્લામેન્ટ્રીવાળા દિલ્હીમાં બેઠા છે. જાતિવાદી ટિકિટ આપવાની હોય, બે દરબારો અને બે પટેલોને આપો. હું એ જ્ઞાતિમાં નથી આવતો હું પરપ્રાંતિયમાં આવુ છું. પણ મારો વડોદરા શહેરમાં થયો, મારો ગુજરાતીઓ સાથે વર્ષોથી સંબંધ છે. મને રિપીટ કરવાના જ હતા. કોઇક લોકોએ ભરમાવતા અને જુઠ્ઠુ બોલવાના કારણે ત્યાં અહેવાલ પહોંચ્યો હતો. હું જીતીને ભાજપમાં જ છું. હું જાતે જ લડવાનો છું અને જીતીને ભાજપમાં જ જવાનો છું.

ગઈકાલે ચૂંટણી લડવાની વાત કરી, આજે કપાઈ ગયા
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગઈકાલે મીડિયા સમક્ષ કહ્યું, આ વખતે મારી ચૂંટણી લડવાની ઇચ્છા ઓછી છે, હું પત્નીને ચૂંટણી લડાવીશ. જોકે ત્યાર બાદ તેમણે નિવેદન ફેરવી તોળતાં કહ્યું હતું કે, મારી પત્ની બાજુમાં ઊભી હતી, તેને સારું લાગે એટલે હું તો મજાક કરતો હતો. ચૂંટણી હું જ લડવાનો છું. ભારતીય જનતા પાર્ટી પર મને વિશ્વાસ છે. હું પાર્ટીનો સૈનિક છું અને સૈનિક બનીને લડતો આવ્યો છું અને લડતો રહીશ.

મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી છે.
મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી છે.

રૂપાલાએ ગુપ્ત બેઠક યોજી હતી
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાની ગત સપ્તાહે યોજાયેલી સેન્સપ્રક્રિયા બાદ 27 ઉમેદવારની યાદી નક્કી કરાઈ હતી. જોકે તેમ છતાં રવિવારે સાંકરદા ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ગુપ્ત મિટિંગ કરી હતી, જેમાં વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારોની ફરીથી સેન્સ લેવામાં આવી હોવાની માહિતી મળી છે. મળતી માહિતી મુજબ, શનિવારે ગાંધીનગર ખાતે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારની પસંદગીમાં સર્વ સંમતિ સધાઈ નહોતી, જેને કારણે મંત્રી પુરુષોત્તમ રૂપાલા વડોદરા આવ્યા હતા. સાંકરદા ખાતે ફાર્મહાઉસમાં બેઠક યોજાઈ હતી.

મધુ શ્રીવાસ્તવને દૂર રખાયા હતા
આ બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટ, જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલ તેમજ વડોદરા જિલ્લા અને તાલુકાના સંગઠન મંત્રીઓ હાજર રહ્યા હતા. જોકે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને દૂર રાખવામાં આવ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા સમક્ષ જિલ્લા અને તાલુકાના સંગઠન મંત્રીએ વાઘોડિયા વિધાનસભાના ઉમેદવારો માટે વધુ એક વખત સેન્સ લેવામાં આવી હોવાની માહિતી મળી હતી.

વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા છે
વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા છે

મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી
વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ વિજયી બનતા આવ્યા છે. 1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે અને મધુ શ્રીવાસ્તવને 7મી વખત ચૂંટણી લડવી હતી, પરંતુ ભાજપ આ વખતે તેમને રિપીટ કર્યાં નથી. વાઘોડિયા મતવિસ્તારના મતદારો પણ નવા ચહેરાની માગ કરી રહ્યા હતા.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ લડવાની તૈયારીઓ કરી
ગત વિધાનસભાના ચૂંટણી સમયે ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અપક્ષ તરીકે ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી દીધી છે. 2017ની ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 52000થી વધુ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ આ તકનો લાભ લઈ વાઘોડિયા બેઠક પર પૂર્વ સાંસદ સત્યજિત ગાયકવાડને ટિકિટ આપે એવી ચર્ચા છે.

1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે.
1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે.

મધુ શ્રીવાસ્તવ સતત વિવાદોમાં રહ્યા છે
વડોદરાના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય વારંવાર વિવાદોમાં રહેતા આવ્યા છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મીડિયાને ધમકી આપવાની હોય કે તંત્રને ધમકાવવાનું હોય, પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈનો પરચો બતાવતા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...