તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:હું મસાણિયા મર્ડર કેસનો આરોપી છું, પુત્ર અને પતિને મારી નાખીશ

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મકાનમાં ભાગ માગવાના મુદ્દે બહેનને ભાઇની ધમકી
 • મર્ડર કેસના આરોપી ઇમ્પિયાજ લંગડા સામે બહેને ફરિયાદ નોંધાવી

બહેન પાસે મકાનમાં ભાગ માંગીને સલીમ મસાણીયા મર્ડર કેસના આરોપી ઇમ્પિયાઝ લંગડાએ તેની બહેન સાથે ઝઘડો કરી ત્રણેય ભાઇ ભેગા મળી તારા પુત્ર અને પતિને મારી નાંખીશું તેવી ધમકી આપતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ફતેપુરા ધુળધોયા વાડમાં રહેતા શમીમબાનુ પઠાણે વારસીયા પોલીસમાં ઇમ્પિયાઝ ઉર્ફે લંગડો ઇસ્માઇસખાન પઠાણ તથા એજાજ લીયાકત પઠાણ, મજહર ઉર્ફે બોબડો લીયાકત પઠાણ સહિત 4 સામે ફરિયાદ નોંધાવી હતી કે તેણે ફિરોજખાન સાથે લગ્ન બાદ મનમેળ ના હોવાથી છુટાછેડા લીધા હતા. અને 11 વર્ષથી પિતાના ઘેર રહે છે.

2013માં સલીમ મસાણીયા મર્ડરમાં ઇમ્પિયાઝની પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ તેની પત્ની અને છોકરાનું તે ભરષ પોષણ કરતા હતા અને કોર્ટમાં પણ જતા હતા. તેના પતિએ આપેલું મકાન ગીરવે મુકી ભાઇને છોડાવવા મહેનત કરી હતી. તેના કાકાના અવસાન બાદ ફોઇઓએ આ મકાન તેમને રહેવા આપ્યું હતું.

અને ઇમ્તીયાજ ત્રણ માસથી જામીન પર છુટયા બાદ તેમના ઘેર રહેવા આવ્યો હતો. તેઓ અમદાવાદથી પરત આવતાં ઇમ્પિયાઝે તેમનો સામાન નાની બહેનના ઘેર મુકી આવ્યો હોવાનું જણાયુ હતું. તેમણે ભાઇને સામાન બાબતે અને રહેવાની ના પાડતાં ઇમ્પિયાઝે ઝઘડા કર્યા હતા. ગત 4 તારીખે કાકાના બંને પુત્રો એજાજ અને મજર બોબડો તથા ઇમ્પિયાઝ, તેની પત્નીએ ઝઘડો કરી ધમકી આપી હતી કે, હું સલીમ મસાણિયા મર્ડર કેસનો આરોપી છું, તું મારા મકાનમાં ભાગ માગીશ તો તને, તારા પતિ, પુત્રને મારી નાંખીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો