તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાખંડી પ્રશાંતનો પેરોલ પૂરી થવાના આગલા દિવસે જ ઊંઘની ગોળીઓ ખાઈ લઈ આપઘાતનો પ્રયાસ

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બગલામુખીના કહેવાતા ગુરુને દુષ્કર્મ-ઠગાઈના ગુનામાં 14 દિવસના પેરોલ મળ્યા હતા

બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયે બુધવારે રાત્રે તેના ઘરે ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ લેતાં ગુરુવારે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં આઇસીયુમાં સારવાર અપાઈ રહી હોવાથી પોલીસ નિવેદન લઇ શકી ન હતી. જેલમાંથી પેરોલ પર છૂટેલા પ્રશાંતને ગુરુવારે સાંજે 4 વાગે જેલમાં પરત હાજર થવાનું હતું પણ તે પૂર્વે તેણે વધુ પડતી ઊંઘની ગોળી ખાધી હતી.
સારવાર ચાલી રહી હોવાથી તેનું નિવેદન લઈ શકાયું ન હતું
પ્રશાંત ઉપાધ્યાયની દુષ્કર્મના કેસમાં ગોત્રી પોલીસે ધરપકડ કરી તપાસ કર્યા બાદ તેને જેલમાં ધકેલી દીધો હતો. પ્રશાંતને 14 દિવસના પેરોલ પર છોડવા કોર્ટે આદેશ કર્યો હતો, જેથી તે પેરોલ પર છૂટેલો હતો. જોકે 14 મેના રોજ પેરોલની મુદત પૂરી થતી હતી અને સાંજે 4 વાગે તેને જેલમાં હાજર થવાનું હતું, તે પૂર્વે જ બુધવારે રાત્રે પ્રશાંતે ઊંઘની ગોળીઓ વધુ માત્રામાં ખાઈ લેતાં તે બેભાન થઈ ગયો હતો. ગુરુવારે સવારે તે બેભાન મળતાં પરિવારના સભ્યો તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી. ગોહીલે જણાવ્યું હતું કે, પોલીસને હોસ્પિટલમાંથી વર્ધી મળી હતી કે, પ્રશાંતએ વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઇ લીધી છે, જેથી પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જોકે તે બપોર સુધી બેભાન જ હતો અને તેની સારવાર ચાલી રહી હોવાથી તેનું નિવેદન લઈ શકાયું ન હતું. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો