ફરિયાદ:હુસેન સુન્નીએ 2 વેપારીને ખંડણી માગી માર્યા, રાત્રે હત્યાનો ખોટો મેસેજ આપ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુખ્યાત હુસેન સુન્નીને ત્રીજી વખત પાસા, ગુજસીટોક હેઠળ કાર્યવાહી શરૂ
  • એક મહિના પહેલાં જ પાસામાંથી બહાર આવી ફરી વેપારીઓના નાકે દમ કર્યો

વડોદરા પોલીસને વાંરવાર પડકાર ફેંકનાર હુસેન સુન્ની સામે ખંડણી અંગેની વધુ 2 ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ છે. શનિવારે હુસેને કંન્ટ્રોલ રૂમમાં કુદરતી મોતના બનાવમાં હત્યા થઇ હોવાની જાણ કરી હતી. હાથીખાનાના અશોક નગરમાં રહેતા ઈર્શાદ અહેશાન અહેમદ અન્સારીની ભંગારની દુકાન છે. શનિવારે સાંજે તેમનો મિત્ર સુલતાન ઘરે આવ્યો હતો અને ઈર્શાદને જણાવ્યું હતુ કે સુન્નીભાઈઓ તેમની દુકાનની બહાર તોફાન કરે છે. ઈર્શાદ અને સુલતાન ત્યાં પહોંચતાં સુન્નીભાઈઓએ ઢોર માર માર્યો હતો અને શાંતિથી ધંધો કરવા 25 હજારની ખંડણી માંગી હતી અને ધમકી આપી હતી કે જો ખંડણી નહીં આપે તો હાથ-પગ તોડી નાખીશું.

જોકે સુલતાને વચ્ચે પડીને બચાવ્યો હતો. અમીત મારવાડીએ શાંત પાડવા કોશિષ કરતાં ઝગડામાં કેમ વચ્ચે પડ્યા? તેમ કહી 10 હજાર રુપિયાની ખંડણીની માંગણી હુસેને કરી હતી. જેથી આશાબહેને ફરિયાદ નોંધાવી હતી. સાથે ઈર્શાદે પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફેબ્રુઆરીમાં કારેલીબાગમાં દબાણ હટાવવાની કામગીરીમાં હુસેન સુન્નીનું દબાણ હટાવતા હુસેને ડેપ્યુટી મેયર નંદા જોષી પર ગેસનો બોટલ ફેક્યો હતો. જેથી હુસેનને પાસા હેઠળ રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. એસીપી જી.બી બાંબનીયાએ જણાવ્યુ કે, હુસેનને ત્રીજી વાર પાસા હેઠળ જેલમાં ધકેલાયો છે અને ગુજસીટોકની કાર્યવાહી હાથ ધરાશે.

શનિવારે રાત્રે કન્ટ્રોલ રૂમમાં હત્યાની ખોટી માહિતી આપી પોલીસને દોડતી કરી દીધી હતી
શનિવારે રાત્રે ભુતડીઝાપા વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિના કુદરતી મોતને હત્યાનો મામલો બનાવીને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. માથાભારે હુસેન સુન્નીએ મેસેજ આપ્યો હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા હતાં. જોકે વ્યક્તિનુ કુદરતી મોત થયાનું બહાર આવ્યું હતુ. જોકે ચૂંટણી જેવા સમયમાં પોલીસને ખોટી માહિતી આપીને અધિકારીઓને હુસેન સુન્નીએ દોડતા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...